Western Times News

Gujarati News

ગુગલ દ્વારા ૮૦ ઓક્સિજન પ્લાન્ટની સ્થાપના કરાશે

Fines Photo

નવી દિલ્હી: કોરોનાની બીજી લહેરના પ્રકોપ સામે ભારતની આરોગ્ય સેવા નબળી સાબિત થઇ ચૂકી છે. આ દરમિયાન ઓક્સિજનથી માંડી દવા, સારવારમાં જરુરી ઉપકરણોની અછત, અહીં સુધી કે હોસ્પિટલ્સમાં બેડની અછત જેવા સંકટો સામે આખો દેશ ત્રાહિમામ પોકારી ઉઠ્‌યો હતો. કોરોનાની સારવારમાં જરુરી ઓક્સિજનની ભારે અછતને લીધે દેશમાં મૃત્યુઆંક પણ વધ્યો હતો.

જાેકે હવે પછી ઓક્સિજનની અછત કે અન્ય સ્થિતિ પેદા ન થાય એ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. જેમાં ગુગલએ ભારતને મદદ કરવાનો ર્નિણય લીધો છે. ગુગલએ અંગે જાહેરાત કરી છે કે, તેની અન્ય એક શાખા ગુગલ.ઓઆરજી અલગ-અલગ સંસ્થાઓ સાથે મળીને ભારતમાં ૮૦ ઓક્સિજન પ્લાન્ટ્‌સની સ્થાપના કરશે. ખાસ કરીને ભારતના ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય કર્મચારીઓના કૌશલ વિકાસમાં સહભાગી બનવા માટે કંપનીએ ૧૧૩ કરોડ રુપિયા (૧.૫૫ કરોડ ડોલર) દાન કરવાનું એલાન કર્યું છે.

ગુગલ.ઓઆરજી તેની જાહેરાત હેઠળ દેશમાં ૮૦ ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવા માટે ગિવઇન્ડિયાને આશરે ૯૦ કરોડ રુપિયા અને વિકાસ અર્થે આશરે ૧૮.૫ કરોડ રુપિયા દાન આપશે. આ સિવાય ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાને મજબૂત કરવા માટે એપોલો મેડિસ્કિલ્સ દ્વારા કોરોના સામેની જંગમાં ૨૦,૦૦૦ આરોગ્ય કાર્યકર્તાઓને તાલીમ આપવા પર ધ્યાન આપશે.
આ માટે

ગુગલ.ઓઆરજી ભારતના ૧૫ રાજ્યોમાં ૧,૮૦,૦૦૦ આશા કાર્યકર્તાઓ અને ૪૦,૦૦૦ એએનએમના સ્કિલ ડેવલેપ માટે ૩.૬ કરોડ રુપિયા દાન કરશે. જાેકે આ આખી પ્રણાલીમાં મદદ રુપ બનવા માટે ગુગલ દેશમાં કોલસેન્ટર પણ ઉભા કરશે.

ઉલ્લેખનીય છે કે, ગુગલ પહેલા યૂનિસેફે પણ વૈશ્વિક મદદ હેઠળ ભારતમાં નવ ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવાની જાહેરાત કરી છે. જેની સાથે યૂનિસેફ ભારતને ૪,૫૦૦થી વધુ ઓક્સિજન કોન્સટ્રેટર અને ૨૦૦ આરટી-પીસીઆર ટેસ્ટ મશીન પણ આપશે. યૂનિસેફ આ નવ ઓક્સિજન પ્લાન ગુજરાત, અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરાની હોસ્પિટલ્સમાં ઉભા કરવામાં આવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.