Western Times News

Gujarati News

દેશના સ્માર્ટ શહેરોમાં ગુજરાતે મારી બાજી, સુરત પ્રથમ અને અમદાવાદ ચોથા ક્રમે

Files Photo

નવીદિલ્હી: સુરત શહેર માટે વધુ એક ગૌરવ સમાન વાત સામે આવી છે. દેશમાં સ્માર્ટ સીટીઝમાં દેશમાં ૧૦૦ શહેરો પૈકી પ્રથમ તબક્કાનાં ૨૦ શહેરોમાં સુરત શહેર પ્રથમ ક્રમે આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્માર્ટ સિટીઝ મીશનની યોજના જાહેર કરવામાં આવી હતી. જેમાં પ્રથમ ચરણના પસંદ કરાયેલા ૨૦ શહેરોની યાદીમાં સુરત શહેરની જે તે સમયે ચોથા ક્રમે પસંદગી કરવામાં આવી હતી. પરંતુ સુરતમાં સ્માર્ટ સીટીનાં અમલીકરણમાં ઉત્તમ બનતા પ્રથમ ક્રમ આપવામાં આવ્યો છે. આ સાથે અમદાવાદ શહેર ચોથા નંબરે આવ્યું છે.

૨૫ જુન ૨૦૧૫ના રોજ વડાપ્રધાન મોદી દ્વારા દેશના ૧૦૦ શહેરો માટે સ્માર્ટ સિટીઝ મીશનની યોજના જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ આ યોજના અંતર્ગત ભારત દેશના પસંદગી પામેલા કુલ-૧૦૦ શહેરો પૈકી પ્રથમ ચરણના પસંદ કરાયેલ ૨૦ શહેરોની યાદીમાં સુરત શહેરની જે તે સમયે ચોથા ક્રમે પસંદગી કરવામાં આવી હતી. પરંતુ ત્યાર બાદ સ્માર્ટ સીટીના અમલીકરણમાં સુરત સતત અવલ બની રહયું હોય આ વખતે સુરત મનપા અને સ્માર્ટ સીટી ડેવલોપમેન્ટ લી.ને પ્રથમ રેન્ક આપવામાં આવ્યો છે.

સુરત મહાનગરપાલિકા તથા સુરત સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી. દ્વારા ૧૧૦૦ સ્માર્ટ સિટીઝ મિશન’ અંતર્ગત એરીયા ડેવલપમેન્ટ, ઈકોનોમીક ડેવલપમેન્ટ, રીન્યુએબલ એનર્જી, એનવાયર્નમેન્ટ ડેવલપમેન્ટ, હેરીટેજ રીસ્ટોરેશન, અફોર્ડેબલ હાઉસીંગ, આઈ.ટી. કનેકટીવિટી અને ડિજીટલાઈઝેશન નોન-મોટોરાઈડ ટ્રાન્સપોર્ટ, સીવેજ, સોલીડ-વેસ્ટ મેનેજમેન્ટ, સ્ટ્રોર્મ-વોટર મેનેજમેન્ટ, અર્બન ટ્રાન્સપોર્ટ, વોટર સપ્લાય સેક્ટરના વિવિધ પ્રોજેકટોમાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે.

મિનીસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા સ્માર્ટ સિટીઝ મિશન અંતર્ગત પંસદ થયેલા ૧ર્ર્ંં શહેરો પૈકી હાલ પ્રથમ તબક્કામાં ૨૦ શહેરોમાંથી સ્માર્ટ સિટીઝ મિશનમાં પર્ફોમન્સના આધારે રેન્ક આપવામાં આવે છે. સુરત મહાનગરપાલિકા તથા સુરત સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી. દ્વારા સ્માર્ટ સિટીઝ મિશન અંતર્ગત વિવિધ પ્રોજેકટોને સફળતા પૂર્વકપૂર્ણ કરવા બદલ હાલ પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો છે, જે શહેરીજનો માટે ગૌરવની બાબત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.