Western Times News

Gujarati News

દોઢ મહિનામાં પેટ્રોલમાં ૭.૧૮ રુપિયાનો વધારો

Files Photo

દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૯૭.૫૦ રૂપિયા પ્રતિ લિટર અને ડિઝલની કિંમત ૮૮.૨૩ રૂપિયા પ્રતિ લિટર થઈ

નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં આજે ફરી તેજી જાેવા મળી છે. સરકારી ઓઇલ કંપનીઓએ એક દિવસની સ્થિરતા બાદ ઈંધણના ભાવોમાં વધારો કરી દીધો છે. પેટ્રોલની કિંમતમાં ૨૮ પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. બીજી તરફ, ડીઝલ પણ ૨૬ પૈસા પ્રતિ લીટર સુધી મોંઘું થઈ ગયું છે. બીજી તરફ, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલની કિંમતોમાં હળવો ઘટાડો જાેવા મળ્યો છે. આજના વધારા બાદ દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૯૭.૫૦ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત ૮૮.૨૩ રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. નોંધનીય છે કે, ૪ મે બાદથી અત્યાર સુધીમાં પેટ્રોલ ૭.૧૮ રૂપિયા પ્રતિ લીટ ર અને ડીઝલ ૭.૪૫ રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈ ચૂક્યું છે.

આ ઉપરાંત દેશના અનેક શહેરોમાં એક લીટર પેટ્રોલ અને ડીઝલના ભાવ ૧૦૦ રૂપિયાને પણ પાર છે. પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે ૬ વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ એસએમએસ કરીને પણ જાણી શકાય છે. ઈન્ડિયન ઓઇલના ગ્રાહક આરએસપી સાથે શહેરનો કોડ લખીને ૯૨૨૪૯૯૨૨૪૯ નંબર પર અને બીપીસીએલ ગ્રાહક આરએસપી લખીને ૯૨૨૩૧૧૨૨૨૨ નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક એચપી પ્રાઈઝ લખીને ૯૨૨૨૨૦૧૧૨૨ નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.