Western Times News

Gujarati News

નકલી આર્મી ઓફિસરે મહિલા સાથે છેતરપિંડી કરી

Files Photo

અમદાવાદ, ઓછા સમયમાં ઝડપથી રુપિયાવાળા બની જવા માટેના શોર્ટ કટમાં ખોટા માર્ગે ચઢી જનારાઓના કિસ્સા વધી રહ્યા છે. આવો જ વધુ એક કિસ્સો અમદાવામાં બન્યો છે જેમાં એક યુવકે પોતે આર્મીમેન હોવાનું કહીને છેતરપિંડી આચરી છે. પાછલા વર્ષે શ્રૃતિ (નામ બદલ્યું છે)ની ફ્રેન્ડશીપ સોશિયલ મીડિયા દ્વારા એક સેનાના અધિકારી સાથે થઈ હતી,

પરંતુ તેને એ વાતનો અંદાજ નહોતો કે તે સેક્સટોર્શન ગેંગની શિકાર બની ગઈ છે. ૩૫ વર્ષની શ્રૃતિ કે જે એક આઈટી ફર્મમાં ફરજ બજાવે છે અને બોડકદેવમાં રહે છે, તેના જીવનને ત્યારે ઝાટકો લાગ્યો જ્યારે તેના ‘ફ્રેન્ડ’એ વિડીયો કૉલ પર કપડા ઉતારવાનું શરુ કર્યું અને પછી તે વિડીયોનું રેકોર્ડિંગ મોકલીને તેના આધારે શ્રૃતિને બ્લેકમેઈલ કરવાનું શરુ કરી દીધું.

અમદાવાદ સાઈબરક્રાઈમ પોલીસે જણાવ્યું કે, “મહિલા જેને મિત્ર ગણતી હતી તેણે ડિસેમ્બરમાં પોતાની ઓળખ પંજાબના આર્મી ઓફિસર તરીકે આપી હતી. લગભગ ૫ મહિના સુધી ઓનલાઈન ચેટિંગ કર્યા પછી તેણે મહિલાનો નંબર મેળવ્યો અને બન્ને વોટ્‌સએપ પર મેસેજ કરવાનું શરુ કર્યું હતું.” એક દિવસ મિત્ર બનેલા નકલી આર્મી ઓફિસરે રાત્રે વિડીયો કૉલ કર્યો હતો.

પોલીસે જણાવે છે કે, “આ પછી થોડા મહિનાઓ સુધી તેઓ બન્ને મિત્ર રહ્યા હતા, આ પછી તે બન્ને વચ્ચે મિત્રતા વધતા વોટ્‌સએપ પર વિડીયો કૉલ કરીને વાતો કરતા હતા. આ પછી યુવકે ધીમે-ધીમે યુવકે અશ્લિલતા શરુ કરી અને પોતાના કપડા ઉતારવાનું શરુ કર્યું હતું, તેણે પોતાના પ્રાઈવેટ પાર્ટ મહિલાને બતાવવાનું શરુ કર્યું હતું.

યુવકે મહિલાને પણ પોતાના કપડા ઉતારવા માટે કહ્યું હતું, પરંતુ તેને આંચકો લાગતા ફોન કાપી નાખ્યો હતો.આ પછી રાત્રે યુવકે મહિલાને સ્ક્રીન રેકોર્ડિંગ મોકલ્યું હતું. સોશિયલ મીડિયા પર યુવકને મિત્ર બનાવીને તેની વધારે નજીક ગયા બાદ મહિલાને લાગ્યું કે તેની સાથે કંઈક ખોટું થઈ રહ્યું છે.

રાત્રે વિડીયોનું સ્ક્રીન રેકોર્ડિંગ આવ્યા બાદ તેની પાસે રોકડા રુપિયા ૫ લાખની માગણી કરવામાં આવી હતી. શ્રૃતિએ આ અંગે પોલીસને વાત કરી અને તેને સલાહ મળી કે રુપિયા આપવાની જરુર નથી પરંતુ તે વ્યક્તિને બ્લોક કરવાની જરુર છે. આ પછી તેને યુવક દ્વારા ધમકી મળવાનું બંધ થઈ ગયું હતું અને તેણે સમાજના ડરે ફરિયાદ દાખલ નહોતી કરાવી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.