Western Times News

Gujarati News

વિશ્વવ્યાપી કોરોનાનો આંકડો ૧૭.૯૫ કરોડને વટાવી ગયો

નવીદિલ્હી: સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ફાટી નીકળી છે. હાલમાં અમેરિકા સંક્રમણથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. દરમ્યાન, વિશ્વવ્યાપી કોરોનાનો આંકડો ૧૭.૯૫ કરોડને વટાવી ગયો છે, જ્યારે મૃત્યુ ૩૮.૯ લાખને વટાવી ચૂક્યા છે. વળી જાે ભારતની વાત કરીએ તો અહી આ વાયરસનાં કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. તાજેતરનાં આંકડાની વાત કરીએ તો ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસનાં ૫૪ હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે આ સમયગાળા દરમ્યાન ૧,૩૨૧ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હવે ભારતમાં કોરોનાનાં કુલ કેસ ૩ કરોડને વટાવી ગયા છે, વળી મૃત્યુની સંખ્યા પણ ૩.૯૧ લાખને વટાવી ગઈ છે.

પોતાની નવીનતમ અપડેટમાં યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (સીએસએસઈ) એ જાહેર કર્યું કે, તાજેતરનો વૈશ્વિક આંકડો અને મૃત્યુઆંકની સંખ્યા અનુક્રમે ૧૭,૯૫,૩૭,૪૮૯ અને ૩,૮૯૦,૪૩૭ છે. સી.એસ.એસ.ઈ. અનુસાર, સમગ્ર દુનિયામાં અમેરિકા સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. જે મુજબ અહી સૌથી વધુ કેસ અને મોતનાં આંકડો અનુક્રમે, ૩,૩૫,૭૭,૬૧૩ અને ૬૦૨,૮૩૬ છે. આપને જણાવી દઇએ કે, સંક્રમણનાં મામલામાં ભારત ૩,૦૦,૨૮,૭૦૯ કેસોની સાથે બીજા સ્થાન પર છે.

સીએસએસઈનાં આંકડા મુજબ ૩૦ લાખથી વધુ કેસ ધરાવતા અન્ય સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં બ્રાઝિલ (૧,૮૧,૬૯,૮૮૧), ફ્રાંસ (૫૮,૨૪,૧૨૭), તુર્કી (૫૩,૮૭,૫૪૫), રશિયા (૫૩,૦૬,૦૬૯), યુકે (૪૬,૮૩,૯૮૬), આજેર્ન્ટિના (૪૩,૨૬,૧૦૧ ), ઇટાલી (૪૨,૫૫,૪૩૪), કોલમ્બિયા (૪૦,૨૭,૦૧૬ ), સ્પેન (૩૭,૭૩,૦૩૨), જર્મની (૩૭,૩૨,૪૩૯) અને ઈરાન (૩૧,૨૮,૩૯૫) છે. વળી ૫,૦૭,૧૦૯ મૃત્યુ સાથે મૃત્યુની બાબતમાં બ્રાઝિલ બીજા ક્રમે છે. જ્યારે ભારત ૩,૯૧,૯૮૧, મેક્સિકો ૩,૨૧,૮૪૭, પેરુ ૧,૯૦,૯૦૬, યુકે ૧,૨૮,૨૯૧, ઇટાલી ૧,૨૭,૩૫૨, રશિયા ૧૨૮,૭૧૯ અને ફ્રાન્સ ૧,૧૧,૦૨૪ માં ૧,૦૦,૦૦૦ થી વધુ મૃત્યુ નોંધાયા છે.

મળતી માહિતી મુજબ દેશમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં, ૧,૩૨૧ નવા મોત નોંધાયા છે. આ સાથે, કુલ મૃત્યુ સંખ્યા ૩,૯૧,૯૮૧ પર પહોંચી ગઈ છે. દેશમાં મૃત્યુ દર હાલમાં ૧.૩૦ ટકા છે. આ ઉપરાંત, રાહતની વાત એ છે કે કોરોનાનાં એક્ટિવ કેસોમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. હાલમાં દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ૬,૨૭,૦૫૭ સુધી પહોંચી ગઇ છે, જે કુલ કેસનાં ૨.૦૮ ટકા છે. છેલ્લા ૨૪ કલાકમાં, કોરોનાનાં એક્ટિવ કિસ્સાઓમાં ૧૬,૧૩૭ નો ઘટાડો થયો છે. જે રાહત આપે તેવા સમાચાર છે.

વળી સતત ૪૨ માં દિવસે, દૈનિક નવા કેસોની સરખામણીમાં દૈનિક રિકવરી વધી રહી છે. માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં ૬૮,૮૮૫ લોકો ચેપગ્રસ્ત મુક્ત બન્યા છે. એક સાથે, દેશમાં કોરોનાથી ઠીક થતાં દર્દીઓની સંખ્યા અત્યાર સુધીમાં વધીને ૨,૯૦,૬૩,૭૪૦ થઈ ગઈ છે. આ સાથે, દેશમાં રિકવર દર વધીને ૯૬.૬૧ ટકા થઈ ગયો છે. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા મુજબ, દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ હાલમાં ૨.૯૧ ટકા છે, જે સતત ૧૭ માં દિવસે ૫ ટકાથી ઓછો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.