Western Times News

Gujarati News

પૈસાની કમી પુરી ન કરી શકતા યુવતીએ યુવકને દગો આપ્યો

Files Photo

પોતાની ગર્લફ્રેન્ડની એક આદતથી એક યુવત એટલો પરેશાન થયો હતો કે તેણે રિલેશનશિપ એક્સપર્ટ પાસે મદદ માંગી હતી. તેણે પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે તેની ગર્લફ્રેન્ડ છાસવારે પૈસાની પાછળ ભાગતી હતી. જાેકે તે સામાન્ય માણસ છે. તેની જરૂરતોને પુરી ન થવાના કારણે ગર્લફ્રેન્ડ તેને દગો આપવાનું શરું કર્યું હતું. યુવકે વધુમાં લખ્યું હતું કે હું કંસ્ટ્રક્શનનું કામ કરું છું.

સારા પગાર માટે તે દિવસ-રાત મહેનત કરે છે. પરંતુ મારી ગર્લફ્રેન્ડ આટલું પર્યાપ્ત ન્હોતું. હું તેની સાથે લગ્ન કરવા માંગું છું. પરંતુ મને લાગે છે કે હું એટલા રૂપિયા ક્યારે નહીં કમાઈ શકું કે જેનાથી તે ખુશ રહી શકે. યુવકે લખ્યું કે તે બ્યૂટીશિયન છે અને ખૂબ જ ખૂહસૂરત છે. કોઈ પણ તેનાથી સરળતાથી આકર્ષિત થઈ જાય. અમે ત્રણ વર્ષથી સાથે છીએ. પોતાના સંબંધોના છ મહિના બાદ પણ મને ખબર પડી કે તેનું કોઈ અન્ય સાથે અફેર છે. આ વાત મને એક સહકર્મીએ જણાવી હતી. જ્યારે મેં મારી ગર્લફ્રેન્ડને આ અંગે પૂછ્યું તો તેને એ વાતનો વિશ્વાસ ન્હોતો કે અમારો સંબંધ લાંબો ચાલશે.

જ્યારે બીજાે યુવક કહેતો હતો કે તે તેની સાથે પોતાનો સંબંધ નિભાવશે. એ સમયે મેં મારી ગર્લફ્રેન્ડને સમજાવતા માફ કરી દીધી હતી. હું તેની સાથે જ રહેવા માંગુ છું. યુવકે વધુમાં લખ્યું હતું કે હું પોતાની તરફથી હંમેશા બેસ્ટ આપવા માટે કોશિશ કરું છું. તેને સૌથી સારા બાર અને રેસ્ટોરન્ટમાં લઈ જાઉ છું. પરંતુ મને લાગે છે કે આટલું કાફી નથી. થોડા દિવસ પહેલા મેં તેના કબાટમાંથી ડિઝાનર હેડબેગ્સ, જૂતા અને જ્વેલરી જાેઈ. તેણે જણાવ્યું કે અમે સાથે રહેતા નથી પરંતુ અમે એકબીજાના ઘરે જઈએ છીએ.

હું એક જેકેટ તેના ઘરમાં ભૂલી ગયો હતો. હું તેના ઘરમાં જેકેટ શોધી રહ્યો હતો. ત્યારે મારી નજર તેના કબાટમાં રાખેલી વસ્તુઓ ઉપર પડી હતી. એક નાનું પર્સ નીકળ્યું જેમાં એક નોટ લખેલી હતી. લખ્યું હતું કે સૌથી હોટ યુવતી માટે હોટ બેગ. આ ઉપરાંત તેના ઉપર કિસની ઈમોજી પણ બનેલી હતી. આ નોટ વાંચી રહ્યો હતો કે તેની ગર્લફ્રેન્ડ આવી અને મને વાંચતા જાેઈને તે થોડો સમય ચુપ રહી હતી. ત્યારબાદ મારી સામે તેણે બધું જ સ્વીકાર કરી લીધું હતું. મારી ગર્લફ્રેન્ડ જે કહ્યું એ સાંભળીને હું ચોંકી ગયો હતો. મારી ગર્લ્‌ડફ્રેન્ડ કહ્યું કે બધી વસ્તુઓ સેક્સ નથી હોતી કારણ કે તે સરળતાથી ભુલાવી શકાય છે. મોંઘી ગિફ્ટ અને લગ્ઝરી ગાડીઓના ચક્કરમાં બગડતી જતી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.