Western Times News

Gujarati News

મુંબઈ હુમલાનો આરોપી હજી પણ અમરિકામાં જ રહેશે, પ્રત્યાર્પણ માટે સુનાવણી ટળી

નવીદિલ્હી: ભારતમાં થયેલા ૨૬/૧૧ મુંબઇ હુમલાનો આરોપી તહવ્વુર રાણા હાલ અમેરિકામાં જ રહેશે. લોસ એન્જલસની એક અદાલતમાં સુનાવણી ચાલી રહી છે કે શું રાણાને ૨૦૦૮ ના મુંબઇ આતંકી હુમલામાં સામેલ થવા બદલ ભારત લાવવામાં આવશે. ભારત સરકારની વિનંતી પર, તહવ્વુર રાણાની અંગત પ્રત્યાર્પણની સુનાવણી લોસ એન્જલસમાં મેજિસ્ટ્રેટ જજ જેકલીન ચુલજિયાનની કોર્ટમાં રાખવામાં આવી હતી. ચૂલજિયાને ગુરુવારે સંરક્ષણ વકીલો અને ફરિયાદીઓને ૧૫ જુલાઇ સુધીમાં વધારાના દસ્તાવેજાે ફાઇલ કરવા આદેશ આપ્યો છે. પાકિસ્તાની મૂળનો કેનેડિયન ઉદ્યોગપતિ તહવ્વુર રાણા ૨૦૦૮ ના મુંબઇ આતંકી હુમલાનો આરોપી છે.

મેજિસ્ટ્રેટ જસ્ટિસ જેકલીન ચુલજિયાને ગુરુવારે બચાવ પક્ષના વકીલો અને ફરિયાદીઓને ૧૫ જુલાઈ સુધી વધારાના દસ્તાવેદ દાખલ કરવા આદેશ આપ્યો છે. આ સાથે જ રાણા ફેડરલ કસ્ટડીમાં રહેશે. ભારતીય અધિકારીઓનો આરોપ છે કે, રાણાએ પોતાના બાળપણના મિત્ર ડેવિડ કોલમેન હેડલી સાથે મળીને પાકિસ્તાની આતંકવાદી સમૂહ લશ્કર-એ-તૈયબા, આર્મી ઓફ ધ ઘુડની મદદ કરવા માટે મુંબઈમાં વર્ષ ૨૦૦૮ના આતંકી હુમલાનું ષડયંત્ર કર્યું હતું, જેમાં ૧૬૬ લોકોના મોત થયા હતા. જ્યારે ૨૦૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ સાથે જ ૧.૫ બિલિયન અમેરિકી ડોલરનું નુકસાન થયું હતું.

રાણા લશ્કર-એ-તૈયબા આતંકવાદી ડેવિડ કોલમેન હેડલીનો બાળપણનો મિત્ર છે. ભારતની વિનંતી પર રાણાને ૧૦ જૂન, ૨૦૨૦ ના રોજ લોસ એન્જલસમાં ફરીથી ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ હુમલામાં છ અમેરિકન નાગરિકો સહિત ૧૬૬ લોકો માર્યા ગયા હતા. ભારતે તેને ભાગેડુ જાહેર કર્યો છે.

પાકિસ્તાની મૂળના ૬૦ વર્ષીય યુએસ નાગરિક, હેડલી ૨૦૦૮ ના મુંબઈ હુમલાની કાવતરામાં સામેલ હતો. તે આ કેસમાં સાક્ષી બન્યો હતો અને હાલમાં આ હુમલામાં તેની ભૂમિકા માટે અમેરિકામાં ૩૫ વર્ષની જેલની સજા ભોગવી રહ્યો છે.
આ મામલામાં અમેરિકાનું કહેવું છે કે, ૫૯ વર્ષીય રાણાને ભારતમાં પ્રત્યાર્પણ ભારત અને અમેરિકા વચ્ચે થયેલી પ્રત્યાર્પણ સંધિ અનુરૂપ છે. ભારત-અમેરિકા પ્રત્યાર્પણ સંધિ અનુસાર, ભારત સરકારે રાણાના ઔપચારિક પ્રત્યાર્પણનો અનુરોધ કર્યો છે અને અમેરિકામાં પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. અમેરિકા સરકારે દલીલ કરી છે

કે, ભારત પ્રત્યાર્પણ માટે રાણા દરેક માપદંડોને પૂરા કરે છે. અમેરિકાએ કહ્યું હતું કે, તે રાણાને ભારત પ્રત્યાર્પિત કરવા માટે પ્રમાણનેનો અનુરોધ કરે છે અને પ્રત્યાર્પણ અનુરોધમાં સંભવિત કારણ સ્થાપિત કરવા માટે પર્યાપ્ત પૂરાવા છે તથા રાણાએ ભારતના અનુરોધને નકારવા માટે પૂરાવા નથી આપ્યા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.