Western Times News

Gujarati News

શિક્ષણ સમિતિની ચૂંટણીમાં બબાલ કરવાના મુદ્દે આપના બે કોર્પોરેટરની ધરપકડ

સુરત: સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચુંટણીમાં ભારે હોબાળો મચ્યો હતો અને સભા ખંડમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. આ બનાવને લઈને આપ આદમી પાર્ટી ના કોર્પોરેટરો અને ઉમેદવાર સહિત કુલ ૨૯ લોકો સામે ડેમેજ ટુ પબ્લિક પ્રોપટી એક્ટ અને ફરજમાં રુકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોધાયો છે. ત્યારે આજે સવારથી આપ કોર્પોરેટરોની ધરપકડનો દોર શરુ થઇ ગયો છે. આ ઉપરાંત આજે મનપાની સામાન્ય સભા પણ મળવાની છે. ત્યારે સામાન્ય સભા વિપક્ષ વગર જ યોજાય તેવી સ્થિતિ નિર્માણ થઈ શકે છે.

સુરત મહાનગર પાલિકાની સભાખંડમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ ચુંટણી દરમ્યાન આમ આદમી પાર્ટીનો એક ઉમેદવારની હાર થઇ હતી. જેને લઈને સભા ખંડમાં ભારે હોબાળો મચી ગયો હતો. એટલું જ નહી અહી તોડફોડ પણ થઇ હતી. જેને લઈને પોલીસ બોલાવવાની ફરજ પણ પડી હતી. આ ચુંટણીના પરિણામમાં આરોપનો દોર પણ ચાલ્યો હતો.

આ પરિણામમાં આપ પાર્ટીના એક ઉમેદવારની હાર થઇ હતી. અને ત્યારબાદ હોબાળો મચી ગયો હતો. કેસમાં શનિવારે પાલિકાના સિક્યુરિટી ઓફિસરે ૨૭ કોર્પોરેટરો ઉપરાંત અન્ય ૨ મળી કુલ ૨૯ સામે રાયોટિંગ, સરકારી ફરજમાં રુકાવટ, મારામારી સહિતની ૧૪ કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો.

પાલિકાના ઇતિહાસમાં આ પહેલી ઘટના એવી બનશે કે જેમાં એકસાથે વિપક્ષના તમામ કોર્પોરેટરોએ જેલભેગા થવું પડશે. આપના કોર્પોરટરો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેને લઈને સવારથી જ પોલીસ દ્વારા ધરપકડનો દોર શરુ કરી દેવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટી  ના વોર્ડ નંઃ ૪ ના નગરસેવક ઘમેન્દ્ર વાવલીયા અને વોર્ડ નંઃ૫ ના નગરસેવક કે.કે.ધામીની લાલગેટ પોલીસે ઘરેથી ધરપકડ કરી હતી. જયારે અન્ય કોર્પોરેટર પાયલ સાકરિયાની તેઓની ઓફીસથી ધરપકડ કરી કાપોદ્રા પોલીસ મથકે લઇ જવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચુંટણીમાં ભારે હોબાળો મચ્યો હતો. જેને લઈને આપ પાર્ટીના કોર્પોરેટરો સામે પોલીસ ફરિયાદ કરાઈ છે અને આજે સવારથી જ ધરપડકનો દોર શરુ કરી દેવામાં આવ્યો છે. દરમ્યાન આજે મનપાની સામાન્ય સભા પણ મળવાની છે ત્યારે સામાન્ય સભા વિપક્ષ વગર જ યોજાય તેવી સ્થિતિ નિર્માણ થઈ શકે છે.સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચુંટણીમાં ભારે હોબાળો મચ્યો હતો અને સભા ખંડમાં તોડફોડ પણ કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.