Western Times News

Gujarati News

જી આર ઇન્ફ્રા પ્રોજેક્ટ્સનો IPO 7 જુલાઈ, 2021ને બુધવારે ખુલશે

અમદાવાદ, જી આર ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ લિમિટેડ (“GRIL” અથવા “કંપની”) ઇન્ટિગ્રેટેડ રોડ એન્જિનીયરિંગ, પ્રોક્યુરમેન્ટ અને કન્સ્ટ્રક્શન (“EPC”) કંપની છે, જે ભારતમાં 15 રાજ્યોમાં વિવિધ રોડ/હાઇવે પ્રોજેક્ટની ડિઝાઇન બનાવવાનો અને એનું નિર્માણ કરવાનો બહોળો અનુભવ ધરાવે છે.

તાજેતરમાં કંપનીએ રેલવે ક્ષેત્રમાં વિવિધ પ્રોજેક્ટમાં ડાઇવર્સિફિકેશન કર્યું છે. કંપની એનો આઈપીઓ (“ઓફર”) 07 જુલાઈ, 2021ને બુધવારે લાવશે. ઓફર 09 જુલાઈ, 2021ને શુક્રવારે બંધ થશે. ઓફરની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ RS. 828થી RS. 837 નક્કી કરવામાં આવી છે.

કંપની અને વિક્રેતા શેરધારકો ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ (“BRLMs”) સાથે ચર્ચા કરીને એન્કર રોકાણકારોની ભાગીદારીનો વિચાર કર્યો છે, જેઓ બિડ/ઓફર ખૂલ્યાના એક કાર્યકારી દિવસ અગાઉ એટલે કે 06 જુલાઈ, 2021ને મંગળવારે સહભાગી થશે.

ઓફર 1,15,08,704 ઇક્વિટી શેરના વેચાણની સંપૂર્ણ ઓફર હશે (“વેચાણ માટેની ઓફર”). ઓફરમાં એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શન સામેલ છે.

Vinod Kumar Agarwal-Chairman, G R Infraprojects Ltd

વેચાણ માટેની ઓફરમાં લોકેશ બિલ્ડર્સ પ્રાઇવેટ લિમિટેડના 11,42,400 ઇક્વિટી શેર, જસમ્રિત પ્રીમાઇસીસ પ્રાઇવેટ લિમિટેડના 127,000 ઇક્વિટી શેર, જસમ્રિત ફેશન્સ પ્રાઇવેટ લિમિટેડના 80,000 ઇક્વિટી શેર, જસમ્રિત ક્રિએશન્સ પ્રાઇવેટ લિમિટેડના 56,000 ઇક્વિટી શેર, જસમ્રિત કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડના 44,000 ઇક્વિટી શેર, ઇન્ડિયા બિઝનેસ એક્સલન્સ ફંડ 1ના 64,14,029 ઇક્વિટી શેર અને ઇન્ડિયા બિઝનેસ એક્સલન્સ ફંડના 31,59,149 ઇક્વિટી શેર તથા પ્રદીપ કુમાર અગ્રવાલના 486,126 ઇક્વિટી શેર સામેલ છે.

વેચાણ માટેની ઓફર તરીકેની જ ઓફરમાં કંપનીને ઓફરમાંથી કોઈ આવક નહીં થાય.

ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 31 સાથે વાંચીને સંશોધિત સીક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રુલ્સ, 1957ના નિયમ 19(2)(બી) અંતર્ગત કરવામાં આવી છે. ઓફર સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સના નિયમન 6(1) મુજબ બુક બિલ્ડિંગ પ્રોસેસ મારફતે કરવામાં આવી છે,

જેમાં ચોખ્ખી ઓફરનો મહત્તમ 50 ટકા હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સને ફાળવવા માટે ઉપલબ્ધ થશે, મહત્તમ 15 ટકા હિસ્સો બિન-સંસ્થાગત બિડર્સને ફાળવવા માટે ઉપલબ્ધ થશે અને મહત્તમ 35 ટકા હિસ્સો રિટેલ વ્યક્તિગત બિડર્સને ફાળવવા માટે ઉપલબ્ધ થશે.

કંપનીના સિવિલ કન્સ્ટ્રક્શનના મુખ્ય વ્યવસાયમાં રોડ સેક્ટરમાં ઇપીસી અને બીઓટી પ્રોજેક્ટ સામેલ છે. વર્ષ 2006થી અત્યાર સુધી કંપનીએ 100 વધારે રોડ કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ હાથ ધર્યા છે. કંપનીએ 26 જૂન, 2021ના રોજ રજૂ કરેલી રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (“RHP”) મુજબ, એના બીઓટી પ્રોજેક્ટ્સમાં એક રોડ પ્રોજેક્ટ કાર્યરત છે, જેનું નિર્માણ અને ડેવલપમેન્ટ બીઓટી (એન્યૂઇટી)ને આધારે થયું છે

તથા કંપનીને 14 રોડ પ્રોજેક્ટ HAM અંતર્ગત પ્રાપ્ત થયા છે, જેમાંથી પાંચ પ્રોજેક્ટ અત્યારે કાર્યરત છે, ચાર પ્રોજેક્ટ નિર્માણાધિન છે અને પાંચ પ્રોજેક્ટમાં નિર્માણ કામગીરી શરૂ થઈ નથી. કંપની સ્ટેટ અને નેશનલ હાઇવે, પુલો, કલ્વર્ટ, ફ્લાયઓવર, એરપોર્ટ રનવે, ટનલ અને રેલ ઓવર-બ્રિજનું નિર્માણ કરવાનો પણ બહોળો અનુભવ ધરાવે છે તથા તાજેતરમાં રેલવે ક્ષેત્રમાં વિવિધ પ્રોજેક્ટમાં ડાઇવર્સિફિકેશન કર્યું છે.

ઓફરના BRLMs એચડીએફસી બેંક લિમિટેડ, આઈસીઆઈસીઆઈ સીક્યોરિટીઝ લિમિટેડ, કોટક મહિન્દ્રા કેપિટલ લિમિટેડ, મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ, એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ, ઇક્વિરસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.