Western Times News

Gujarati News

કોવિશિલ્ડ રસી લેનારા યુરોપના સાત દેશોનો પ્રવાસ કરી શકશે

નવી દિલ્હી, ભારતીય કોરોના વેક્સિન કોવિશીલ્ડની રસી લેનારા હવે યુરોપની યાત્રા કરી શકશે. સ્વિટ્‌ઝરલેન્ડ સહિત યુરોપિયન યુનિયનના સાત દેશો ઓસ્ટ્રિયા, જર્મની, સ્લોવેનિયા, ગ્રીસ, આઈલેન્ડ, આયર્લેન્ડ, સ્પેને કોવિશીલ્ડ રસીને મંજૂરી આપી દીધી છે. યુરોપિયન યુનિયનને ભારતે ચેતવણી આપી હતી.

ભારત સરકારે યુરોપિયન સંઘને ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે, યુરોપિયન યુનિયન કોવિશીલ્ડ અને કોવેક્સિનને મંજૂરી આપે, નહીંતર યુરોપીયન નાગરિકો માટે દેશમાં ક્વોરન્ટાઇનના નિયમ લાગુ કરાશે. ભારત સરકારે યુરોપના ૨૭ દેશોને કહ્યું હતું કે, તે જુદા-જુદા સ્તરે ભારતમાં વેક્સિન લગાવી ચૂકેલા લોકો માટે ગ્રીન પાસ જારી કરે.

સરકારના કડક વલણ બાદ હવે યુરોપના દેશોએ ભારતની વેક્સિનને મંજૂરી આપી છે. કોરોના મહામારીને પગલે યુરોપિયન યુનિયન પોતાના દેશમાં આવનારા લોકો માટે ગ્રીન પાસ જારી કરી રહ્યું છે. આ ગ્રીન પાસ તે લોકોને મળે છે જે વેક્સિન લઇ ચૂક્યાં છે. ગ્રીન પાસને લીધે કોવેક્સિન અને કોવિશીલ્ડ લઇ ચૂકેલાં ભારતીયોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.

જે મુસાફરોને ગ્રીન પાસ મળી ચૂક્યાં છે તે કોઇપણ પ્રતિબંધ વગર યુરોપિયન યુનિયનમાં યાત્રા કરી શકે છે. યુરોપિયન યુનિયને ગ્રીન પાસ માટે માત્ર ચાર વેક્સિનને મંજૂરી આપી છે. આ વેક્સિનમાં ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની વૈક્સજેવરિયા, બાયોનટેક એસઇની ફાઇઝર, મોડર્ના અને જાેનસન એન્ડ જાેનસન સામેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.