Western Times News

Gujarati News

નડિયાદના દાવલીયાપુરા સ્પોર્ટસ સંકુલમાં ટેનીસ કોટનું લોકાર્પણ

બેડમીન્ટનના ઇન્ડોર કોટ અને સ્કેટીંગ રીંગનું ખાર્તમુહર્ત વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇ નડિયાદના દાવલીયાપુરા સ્પોર્ટસ સંકુલમા સ્વર્ણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આગવી ઓળખ યોજના યુડીપી -૭૮ ( ૧૪-૧૫ ) બચત ગ્રાન્ટ અન્વયે પ્રાદેશિક કમિશ્નરશ્રી ,

અમદાવાદ ઝોન તરફથી તા .૧૨ / ૪ / ૨૦૧૧ ના રોજ મળેલ વહિવટી મંજૂરી મુજબ રૂા .૧૪.૮૬ લાખના ખર્ચે નિર્મિત ટેનીસ કોટનું લોકાપર્ણ , બેડમીન્ટનના બે ઇન્ડોર કોટ અને સ્કેટીંગ રીંગનું ખાર્તમુહર્ત વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇના હસ્તે કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે દંડકશ્રીએ જણાવ્યું હતું કે , આ સુવિધા મળવાથી નડિયાદના નગરજનોની લાંબા સમયની માંગણી અને ઉગતા ખેલાડિઓને આશા પૂર્ણ થઇ છે .

હવે આ અદ્યતન નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાની સવલત નડિયાદના ખેલાડિઓને મળવાથી આ ખેલાડિઓ નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ ગુજરાતની સાથે સાથે નડિયાદનું નામ પણ રોશન કરશે .

તેઓશ્રીએ ઉમેર્યું હતું કે , હજુ ટેબલ ટેનીસ માટેનું ઇન્ડોર સ્ટેડીયમ પણ આવનારા સમયમાં બનશે . આ નવી સવલત મળવાથી યુવાપેઢીને સ્પોર્ટસનું મહત્વ સમજાશે અને તેઓની આ બાબતે રસ – રૂચી વધશે . માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ખેલે ગુજરાત યોજનાના કારણે ગુજરાતના ગ્રામ્ય સ્તર સુધી ખેલાડીઓને પ્રોત્સાહન મળ્યું છે .

આપણે નડિયાદ નગરના નગરજનો પણ ભાગ્યશાળી છીએ કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી લઇ અત્યારના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સુધીના તમામ મુખ્યમંત્રીઓએ આપણને નડિયાદના વિકાસ માટે જોઇતી તમામ માંગણીઓ સત્વરે પુરી કરી વિકાસની ગતિને વેગ આપ્યો છે

. ત્યારે આપણે પણ જાગૃત થઇ આ તમામ કામ ઉચ્ચ ગુણવત્તાયુકત અને સમય મર્યાદામાં થાય તે જોવાની આપણી ફરજ બને છે . આવો આપણે નડિયાદના સ્પોર્ટસ સંકુલને અદ્યતન અને ગુણવત્તાયુકત બનાવીએ તે જોવા તેઓએ અપીલ કરી હતી . આવા સ્પોર્ટસ કોપ્લેકસથી યુવા પેઠીનો ખુબજ વિકાસ થાય છે અને યુવા પેઠી રમતમાં રસ લેતી થાય છે .

આ સ્પોર્ટસ સંકુલ નડિયાદના રીંગ રોડ ઉપર આવેલું હોવાથી નેશનલ રમતોમાં પણ આપણા ગામનું યોગદાન વધશે . નજીકના ભવિષ્યમાં રીંગરોડને નેશનલ હાઇવે ને જોડતા રસ્તામાં આવતા રેલ્વે ઉપર ઓવરબ્રીજનું કામ પણ શરૂ થશે . આમ આપણે નડિયાદના વિકાસમાં દિન – પ્રતિદિન સતત વિકાસ થઇ રહયો છે .

કાર્યક્રમની શરૂઆતમાં મનીષભાઇ દેસાઇએ સૌનું સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી . આ પ્રસંગે નડિયાદ નગરપાલિકાના પ્રમુખ રંજનબેન વાઘેલા પ્રાસંગીક પ્રવચન આપ્યું હતું . જયારે નડિયાદના ચીફ ઓફિસર પ્રણવ પારેખએ આભાર દર્શન કર્યું હતું . આ પ્રસંગે નડિયાદ નગર પાલિકના ઉપપ્રમુખ કિન્તુભાઇ દેસાઇ, કારોબારી ચેરમેન મનનરાવ, પાલિકા સદસ્યો પરીન રાવ, સંજયભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં પાલિકા સદસ્યો , ખેલાડિઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.