Western Times News

Gujarati News

સરસપુરમાં રણછોડજી મંદિરમાં ભગવાન જગન્નાથનું મામેરૂ યોજાયું

અમદાવાદ: અમદાવાદમાં આજે મોસાળ સરસપુરમાં રણછોડજી મંદિરમાં ભગવાન જગન્નાથનું મામેરૂ યોજાયું છે. અમદાવાદમાં ભગવાનના મોસાળમાં મામેરાના દર્શન ભક્તો માટે ખુલ્લા મુકાયા છે. ભક્તો ભગવાનના મામેરાના દર્શન સાંજના આઠ વાગ્યા સુધી કરી શકશે. આ વખતે ભગવાનને મરાઠી પહેરવેશના વાઘા ધરાવવામાં આવ્યા છે. મામેરાના દર્શન માટે ભક્તો બપોરના ૧૨ વાગ્યાથી લાઇનમાં ઊભા હતા. ભગવાનને મામેરામાં વાઘામાં સોનાનો ઢોળ ચઢાવેલા હાર, સુભદ્રાજીને પાર્વતી શણગાર, સોનાની બુટ્ટી, ચુની, વીંટી, ચાંદીની પાયલ-આપવામાં આવી.

આ વર્ષે મહારાષ્ટ્રીયન સ્ટાઇલના મામેરાના વાઘામાં ૫ રંગ લીલો, લાલ, કેસરી, વાદળી અને પીળો રંગ પસંદ કરવામાં આવ્યો છે. વાઘાનું કાપડ સુરતથી લાવી તેમાં કચ્છીવર્ક, જરીવર્ક, એમ્બ્રોઇડરી મોતીવર્ક અને સ્ટોન વર્ક કરીને રજવાડી વાઘા તૈયાર કરાયા છે. આ વાઘા બનાવવા માટે ૬૦થી ૭૦ મીટર કાપડનો ઉપયોગ કરાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા અમદાવાદની રથયાત્રાને લઇને મોટો ર્નિણય લેવાઇ શકે છે. કારણ કે તાજેતરમાં જ અમદાવાદ જગન્નાથ મંદિરના ટ્રસ્ટી સહિતના અન્ય આગેવાનો ગાંધીનગર પહોંચ્યા છે. મંદિરના ટ્રસ્ટીઓ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રથયાત્રાનું આમંત્રણ આપવા પહોંચ્યા છે. કોરોનાના કારણે રાજ્ય સરકાર દ્વારા હજી સુધી અમદાવાદની રથયાત્રાને મંજૂરી આપવામાં આવી નથી. ત્યારે સરકાર રથયાત્રાને કેટલાક નિયમો સાથે મંજૂરી પણ આવી શકે છે.

છેલ્લા દોઢ વર્ષથી દેશ-વિદેશમાં કોરોનાનો જાેવા મળી રહ્યો છે. ત્યારે બીજી લહેરમાં પણ ગુજરાતમાં વધુ અસર જાેવા મળી હતી. પરંતુ હવે ધીમે ધીમે કોરોના કેસ ઘટતા જાય છે. ત્યારે સરકાર નિયમોમાં છૂટછાટ આપી રહી છે. અત્યાર સુધી મંદિરના કપાટ બંધ હતા પરંતુ હવે ગુજરાતના મોટાભાગના કપાટ ખુલી ગયા છે.ત્યારે નજીક અષાઢી બીજ આવતી હોવાથી રથયાત્રા નિકળશે કે નહી તેને લઇને ભક્તોમાં ભારે આતુરતા હતી.

ત્યારે આખરે ગાંધીનગરમાં રથયાત્રા કાઢવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ગાંધીનગરમાં ૧૯૮૫થી નિકળતી રથયાત્રા આ વર્ષે પણ નિકળશે. જાેકે ગત વર્ષે સૌથી લાંબી એવી ગાંધીનગરથી રથયાત્રા પણ નીકળી નહોતી અને મંદિર પરિસરમાં જ ભગવાનના રથે પરિભ્રમણ કર્યું હતું.

આ વર્ષે સોશિયલ ડિસ્ટન્સ સાથે રથયાત્રા કાઢસ્વામાં આવશે અને કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે. રથયાત્રા માટે વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ ઉપરાંત દર્શનાર્થીઓને પ્રસાદ આપવામાં નહી આવે. ભગવાનના રથ સિવાય અન્ય વાહનો પણ નહી હોય. માત્ર મદદ માટે ઉપયોગી વાહનો જ રહેશે. આ ઉપરાંત ચાર કલાકમાં રથયાત્રા પૂર્ણ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.