Western Times News

Gujarati News

ફિલ્મમાં કામની લાલચે દુષ્કર્મ આચરનારા શખ્સની ધરપકડ

પ્રતિકાત્મક

વડોદરા: મૉડલિંગ, ફિલ્મ અને ટીવી સિરિયલમાં કામ અપાવવાની લાલચ આપીને મૂળ ઉત્તરાખંડની અને દિલ્હીમાં રહેતી યુવતીને વડોદરામાં બોલાવીને તેની પર દુષ્કર્મ ગુજારનારા શકમંદ ધરપકડ કરી લેવામાં આવી હોવાની ખબર સામે આવી રહી છે. યુવતીને પોતે કાસ્ટિંગ ડિરેક્ટર હોવાનું કહીને શખ્સે યુવતીને વડોદરાની હોટલમાં બોલાવીને અજુગતી માગણીઓ કરીને તેના પર દુષ્કર્મ ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી.

રિપોર્ટ્‌સ મુજબ આ કેસમાં પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે દિલ્હીથી છોકરીને બોલાવીને શિકાર બનાવનારા શખ્સે અન્ય કેટલીક યુવતીઓને પણ પોતાની જાળમાં ફસાવી છે. હવે આ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
મહત્વનું છે કે, પ્રીતિ (નામ બદલ્યું છે)ને સોશિયલ મીડિયા પરથી કાસ્ટિંગ ડિરેક્ટર વિશે જાણ થતાં તેણે ફોન કરીને મૉડલિંગ અને એક્ટિંગ કરિયર વિશે વાત કરી હતી. આ પછી તેણે જે રાજ ઉર્ફે રજનીશ મિશ્રાનો સંપર્ક કર્યો હતો તેણે તેને વડોદરાની હોટલમાં બોલાવી હતી.

પ્રીતિ જ્યારે હોટલમાં પહોંચી ત્યારે તેને દાળમાં કંઈક કાળું હોવાની શંકા ગઈ હતી, કારણ કે તેના સિવાય હોટલના રૂમમાં અન્ય કોઈ નહોતું. આ સમયે રાજે તેને વાતોમાં ભોળવીને એક્ટિગ અને મૉડલિંગ કરિયર વિશે મીઠી-મીઠી વાતો શરુ કરી હતી.

૨૯ ફેબ્રુઆરીએ બનેલી ઘટનામાં હોટલમાં ગયેલી પ્રીતિ સાથે રાજે બળજબરી કરીને તેના પર દુષ્કર્મ ગુજાર્યો હતો આ પહેલા તેણે પ્રીતિને કપડા ઉતારવા માટે કહ્યું હતું પરંતુ પ્રીતિએ આનાકાની કરતા રાજે તેને અન્ય યુવતીઓના પણ ફોટોગ્રાફ્સ બતાવ્યા હતા. જે પછી તેણે પ્રીતિના પણ આ પ્રકારના ફોટોગ્રાફ્સ લઈ લીધા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.