Western Times News

Gujarati News

બાંગ્લાદેશના વડાપ્રધાને મોદી અને મમતા બેનર્જી માટે ૨૬૦૦ કિલો કેરી મોકલી

ઢાકા: કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. પરંતુ મેંગોથી રાજનીતિ પણ બચી શકતી નથી. આ કારણ છે કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પ્રધાનમંત્રી મોદીને કેરી મોકલી, તો બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ બેનર્જી અને મોદી બન્નેને કેરીની ભેટ મોકલી છે. શેખ હસીનાએ રવિવારે બન્ને નેતાઓ માટે ૨૬૦૦ કિલો કેરી મોકલી છે.

રંગપુર ક્ષેત્રમાં ઉત્તપન્ન થતી હરિભંગા વેરાયટીની કેરી બેનાપોલ ચેકપોઈન્ટથી સરહદ પાર લાવવામાં આવી. રવિવારે બપોરે બાંગ્લાદેશથી ટ્રક ૨૬૦ ડબ્બામાં આ કેરી લઈ આવ્યો. આ દરમિયાન સરહદ પર બાંગ્લાદેશના અધિકારીઓ પણ હાજર હતા. બેનાપોલ કસ્ટમ્સ હાઉસના ડેપ્યુટી કમિશનર અનુપમ ચકનાએ બાંગ્લાદેશના મીડિયાને કહ્યુ કે, કેરી બન્ને દેશો વચ્ચે સૌહાર્દનું પ્રતિક છે.

કોલકત્તામાં બાંગ્લાદેશના ડેપ્યુટી હાઈ કમીશનના ફર્સ્‌ટ સેક્રેટરી મોહમ્મદ સમિઅલ કાદરે કેરી રિસીવ કરી. તેમણે અહીંથી પીએમ મોદી અને મમતાને મોકલવાની હતી. બાંગ્લાદેશી મીડિયા પ્રમાણે મમતા જ નહીં, હસીના અસમ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરા બધા ઉત્તરપૂર્વી રાજ્યોને કેરી મોકલવા ઈચ્છતા હતા જેની સરહદ બાંગ્લાદેશ સાથે જાેડાયેલી છે.

હરિભંગા કેરીએ રંગપુરની અર્થવ્યવસ્થા બદલી નાખી છે. ૩૦ હજારથી વધુ લોકો તેની સાથે જાેડાયેલા છે. જૂનના અંતમાં આ ફાઇબરલેસ કેરીની કાપણી શરૂ થાય છે. સીઝનની શરૂઆતમાં તેનો ભાવ ૬૦થી ૮૦ ટકે પ્રતિ કિલો હોય છે, જે જુલાઈના અંત સુધી ૩૦૦-૫૦૦ ટકે પ્રતિકિલો પહોંચી જાય છે. તેનો વાર્ષિક વેપાર કરોડોમાં છે. કોરોના મહામારીને કારણે તેના વેપાર પર પણ ખરાબ અસર પડી છે.
આ પહેલા મેંગો ડિપ્લોમેસી ચર્ચામાં ત્યારે આવી જ્યારે મમતા બેનર્જીએ આમના પ્રકારો- હિમસાગર, માલદા અને લક્ષ્મણભોગ પીએમ મોદીને મોકલી. આ સિવાય રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ગૃહમંત્રી અમિત શાહને પણ કેરી મોકલી હતી. મમતા બેનર્જીએ સોનિયા ગાંધી અને અરવિંદ કેજરીવાલને પણ કેરી મોકલી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.