Western Times News

Gujarati News

જમ્મુ કાશ્મીર : મોહર્રમ પહેલા જ અભૂતપૂર્વ સલામતી વ્યવસ્થા

File

શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં મોહર્રમ પર્વને લઇને અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. હિંસાની દહેશતને ધ્યાનમાં લઇને તમામ જગ્યા ઉપર જવાનો મોરચા સંભાળી ચુક્યા છે. કલમ ૧૪૪ સહિત અનેક કઠોર ધારાધોરણો અમલી કરવામાં આવી ચુક્યા છે. પાંચમી ઓગસ્ટના દિવસે કલમ ૩૭૦ને દૂર કરવામાં આવ્યા બાદ સ્થિતિ  હળવી કરવા માટેના અભૂતપૂર્વ પ્રયાસો થયા છે જેના કારણે જનજીવન પણ ધીમે ધીમે રાબેતા મુજબ બની રહ્યું છે પરંતુ મોહર્રમ પર્વને ધ્યાનમાં લઇને તમામ જગ્યાઓએ બેરીકેટ મુકી દેવામાં આવ્યા છે. નિયંત્રણો કઠોર કરવામાં આવ્યા છે.

વાણિજ્ય કેન્દ્રો અને આસપાસના વિસ્તારોના તમામ પ્રવેશ સ્થળો પર તારબંધી કરી દેવામાં આવી છે. શંકાસ્પદ શખ્સો ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. જમ્મુ કાશ્મીરમાં મોહર્રમ પ્રસંગને ધ્યાનમાં લઇને તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. સંવેદનશીલ વિસ્તારમાં મજબુત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.

આવતીકાલે મંગળવારના દિવસે મોહર્રમ તહેવારની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે તંત્રને હિંસા થવાની દહેશત સતાવી રહી છે. જેના કારણે તમામ વિસ્તારોમાં સંચારબંધી જેવી સુરક્ષા ગોઠવામાં આવી છે. વિવિધ કલમો લાગુ કરવામાં આવી છે. ખીણમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે.

શ્રીનગરના લાલ ચોકના વાણિજ્ય કેન્દ્રો અને આસપાસના વિસ્તારોમાં તમામ પ્રવેશના સ્થળો પર તારબંધી કરી દેવામાં આવી છે. શહેર અને ખીણમાં મોહર્રમના જુલુસને રોકવા માટે તંત્ર સજ્જ છે. જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જા આપતી કલમ ૩૭૦ને દુર કરવામાં આવ્યા બાદથી કાશ્મીરમાં સ્થિતિ ને સામાન્ય બનાવવા માટે તમામ પગલા લેવામાં આવી રહ્યા છે.

કલમ ૩૭૦ને દુર કરવામાં આવ્યા બાદ પાચમી ઓગષ્ટના દિવસથી રાજ્યમાં અનેક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા હતા. ત્યારબાદથી ધીમી ગતિથી નિયંત્રણો દુર કરવામાં આવી રહ્યા છે. જા કે સ્થિતિ  કેટલાક વિસ્તારોમાં હજુ તંગ બનેલી છે. છેલ્લા ૩૫ દિવસથી ખીણમાં ચાલી રહેલા બંધના કારણે કાશ્મીરમાં જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત છે.

બજાર અને અન્ય પેઢીઓને બંધ રાખવામાં આવી છે. જાહેર પરિવહન વ્યવસ્થા રાજ્યમાં નહીવત સમાન જાવા મળે છે. કાશ્મીરની સ્થિતિને સુધારવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. મોહર્રમ પ્રસંગે કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર સજ્જ છે. ઇમરજન્સીની સ્થિતિમાં બેરિકેડ પાર ન કરવાની સલાહ તમામને અપાઇ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.