Western Times News

Gujarati News

બેકાર પતિને વતન મોકલી બનાવી દીધું ડેથ સર્ટિફિકેટ

અમદાવાદ: પતિ પાસે કોઈ કામ ધંધો ન રહેતાં પત્નીએ એક શખસ સાથે મળીને પતિ સાથે વિશ્વાસઘાત કરી રૂપિયા મેળવવાનું કાવતરું રચ્યું હોવાની ફરિયાદ અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં નોંધાઇ છે. આ મામલે પતિએ જ્યારે પત્ની તથા અજાણ્યા વ્યક્તિ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. મહિલા આરોપીએ તેના પતિને મધ્યપ્રદેશ ખાતે મોકલી દીધો હતો અને બાદમાં પતિનું ખોટું ડેથ સર્ટિફિકેટ બનાવડાવી વીમા પોલિસીના આઠેક લાખ રૂપિયા મેળવી લીધા હતા અને બાદમાં ઘરમાંથી કાઢી મૂકતા પતિ રોડ ઉપર રહેવા મજબૂર બન્યો હતો. સમગ્ર બાબતને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મુળ મધ્યપ્રદેશના અને હાલ નરોડામાં રહેતા ૪૮ વર્ષીય નિમેષભાઈ મરાઠી તેમના ભાઈ સાથે છેલ્લા બે મહિનાથી રહે છે. તેમના પરિવારમાં તેમની પત્ની નંદા છે જે હાલ ઘરકામ કરે છે. નિમેષભાઈને બે દીકરીઓ પણ છે. આજથી પંદરેક વર્ષ પહેલા નિમેષભાઈએ પરિવારના લાભ માટે એક કંપનીનો જીવન વીમો ઉતરાવ્યો હતો. જે વિમાનુ પ્રિમીયમ તેઓ ભરતા હતા. નિમેષભાઈની દીકરીઓના લગ્ન થઈ ગયા બાદ તેમની પત્ની સાથે ભાડાના મકાનમાં રહેતા હતા. ત્રણેક વર્ષ પહેલાં નિમેષભાઈની પત્ની નંદાએ તેઓને જણાવ્યું કે, હાલ તેમની પાસે કોઇ કામ ન હોવાથી મકાનનું ભાડું પોસાય તેમ નથી. બાદમાં નંદાએ તેના પતિ નીમેષભાઈને મધ્ય પ્રદેશ ખાતે વતન જવાનું કહ્યું હતું.

નંદાએ પતિ નિમેશભાઈને જણાવ્યું કે, તે તેની દીકરીના ઘરે રહેશે અને બોલાવે ત્યારે પરત આવજાે અને તમને તમારો ખર્ચો હું મોકલી આપીશ. ત્યારબાદ નિમેષભાઈ ત્રણેક મહિના જેટલું મધ્યપ્રદેશમાં રોકાયા હતા અને ત્રણ મહિના બાદ અમદાવાદ આવતા તેમની પત્નિ નંદાએ તેમની સાથે રાખવાનીના પાડી દીધી હતી અને ઝઘડો કરી નીમેષભાઈને ઘરમાંથી કાઢી મુક્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.