Western Times News

Gujarati News

સમગ્ર વિશ્વમાં કોરોનાથી ૪૦.૨ લાખથી વધુ લોકોનાં મોત

Files Photo

નવીદિલ્હી, કોરોના મહામારીનો વિશ્વભરમાં કહેર આજે પણ યથાવત છે. દરરોજ સંક્રમણની સંખ્યામાં વધારો થાય છે. દરમ્યાન, સમગ્ર વિશ્વમાં કોરોનાનાં કેસ વધીને ૧૮.૬ કરોડ થઈ ગયા છે. આ મહામારીનાં કારણે અત્યાર સુધીમાં ૪૦.૨ લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે અને ૩.૪૧ થી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે. જાેન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ આંકડા શેર કરવામાં આવ્યા છે.

રવિવારે સવારે યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (સીએસએસઇ) એ તેના તાજેતરનાં અપડેટમાં ખુલાસો કર્યો છે કે હાલનાં વૈશ્વિક કેસો, મૃત્યુની સંખ્યા અને વહીવટી વેક્સિનની કુલ સંખ્યા અનુક્રમે ૧૮,૬૩, ૯૩,૦૪૧, ૪૦,૨૪,૫૯૧ અને ૩૪,૧૩,૩૯૬,૪૫૧ છે.

સીએસએસઇનાં જણાવ્યા અનુસાર અમેેરિકા કોરોનાવાયરસથી વિશ્વમાં સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. અહી સૌથી વધુ કેસો અને મૃત્યુ અનુક્રમે, ૩,૩૮,૪૭,૪૭૪. અને ૬,૦૭,૧૩૫ છે. કોરોના સંક્રમણનાં મામલામાં ભારત ૩,૦૭,૯૫,૭૧૬ કેસ સાથે બીજા ક્રમે છે. સીએસએસઈનાં આંકડા અનુસાર, ૩૦ લાખથી વધુ કેસોવાળા અન્ય સૌથી ખરાબ દેશ

બ્રાઝિલ (૧,૯૦,૬૯,૦૦૩), ફ્રાંસ (૫૮,૭૦,૪૬૩), રશિયા (૫૬,૮૮,૮૦૭), તુર્કી (૫૪,૬૫,૦૯૪), યુ.કે.(૫૧,૦૭,૭૮૦), આજેર્ન્ટિના(૪૬,૩૯,૦૯૮), કોલમ્બિયા(૪૪,૭૧,૬૨૨), ઇટાલી(૪૨,૬૯,૮૮૫), સ્પેન(૩૯,૩૭,૧૯૨), જર્મની(૩૭,૪૩,૧૬૪) અને ઈરાન (૩,૩૫૫,૭૮૬) છે. વળી જાે મોતની વાત કરીએ તો, બ્રાઝિલ ૫૩૨,૮૯૩ કેસ સાથે કોરોનાથી થતા મૃત્યુનાં મામલામાં અમેરિકા બાદ બીજા નંબરે છે. ભારત (૪,૦૭,૧૪૫), મેક્સિકો (૨,૩૪,૬૭૫), પેરુ (૧,૯૪,૦૮૪), રશિયા (૧,૩૯,૮૯૬),

યુકે (૧,૨૮,૬૬૫), ઇટાલી (૧,૨૭,૭૬૮), ફ્રાંસ (૧,૧૧,૫૧૧) અને કોલમ્બિયા (૧,૧૧,૭૩૧) નાં મૃત્યુઆંક ૧,૦૦,૦૦૦ ને વટાવી ગયો છે.

આપને જણાવી દઇએ કે, વિશ્વ આરોગ્ય સંગઠનનાં મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામિનાથને પણ સ્વીકાર્યું છે કે, વિશ્વભરમાં રસીકરણની ધીમી ગતિ અને ડેલ્ટા વેરિઅન્ટનાં ફેલાવાનાં કારણે, મોટાભાગનાં દેશોમાં ફરીથી કોરોનાનાં નવા કેસો વધી રહ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે, વિશ્વમાં કોરોનાનાં કેસોમાં વધારો થવાનું કારણ ડેલ્ટા વેરિઅન્ટ, સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન, લોકડાઉનમાં ઢીલાશ અને રસીકરણની ગતિમાં ઘટાડો થયો છે, બધાને ખૂબ ધ્યાન આપવાની જરૂર છે, નહીં તો પરિસ્થિતિ ફરી એક વખત ભયાનક થઇ શકે છે. આ વાત તમામને ખબર હોવા જરૂરી છે કે, કોરોના વાયરસ હજુ આપણી પાસેથી ગયો નથી અને દરેકને સજાગ રહેવાની જરૂર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.