Western Times News

Gujarati News

કાંવડ યાત્રા : ધર્મના અધિકારથી જીવવાનો અધિકાર ઉપર છે : સુપ્રીમ

નવીદિલ્હી: કોરોનાની ત્રીજી લહેરના કારણે ઉત્તરાખંડ અને ઓડિશા સરકારે કાંવડ યાત્રા પર રોક લગાવી દીધી છે. પણ ઉત્તર પ્રદેશમાં કાંવડયાત્રાને મંજૂરી મળતા આ સમગ્ર મામલો હવે સુપ્રીમકોર્ટમાં પહોંચી ગયો છે.

કોરોનાની ત્રીજી લહેરના કારણે ઉત્તરાખંડ અને ઓડિશા સરકારે કાંવડ યાત્રા પર રોક લગાવી દીધી છે. પણ ઉત્તર પ્રદેશમાં કાંવડયાત્રાને મંજૂરી મળતા આ સમગ્ર મામલો હવે સુપ્રીમકોર્ટમાં પહોંચી ગયો છે. જાણો સુપ્રીમ કોર્ટ દ્વારા કોરોના કાળમા સરકાર પર કેટલી વાર ર્નિણયને લઈ સખ્તાઈ કરવામાં આવી.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ધામીએ કોરોનાની ત્રીજી લહેરની આશંકાને ધ્યાનમાં રાખી લોકોના જીવ જાેખમમાં ન મુકાય તે માટે થઈને કાંવડ યાત્રાને સ્થગિત કરી દેવામાં આવી. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા કાંવડયાત્રાને મંજૂરી આપવામાં આવી છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું કે સરકારી ગાઈડલાઇનના પાલન સાથે કાંવડયાત્રા નીકળશે.

કોરોના સંકટકાળમાં કાંવડયાત્રાને લઈ સુપ્રીમ કોર્ટે પોતે જ યુપી સરકાર પાસેથી ૧૬ જુલાઇ સુધીમાં જવાબ માંગ્યો હતો, તેની સુનવણી થશે. યુપી સરકારના પ્રવકતાનું કહેવું છે કે સરકાર કહી ચૂકી છે કે યુપીમાં કાંવડયાત્રા નીકળશે, જેમાં કોરોનાના પ્રોટોકોલ, સોશિયલ ડિસટન્સ, માસ્ક, આરટી પીસીઆર ટેસ્ટ આ બધાનું યોગ્ય રીતે પાલન કરવામાં આવશે. પણ આવી જ વાતો ચૂંટણી રેલીઓમાં, કુંભ મેળામાં પણ કરવામાં આવી હતી. પણ શું કોરોના સંક્રમણ વિના આ પ્રકારના આયોજન થયા છે ખરી?

એટલે જ સુપ્રીમ કોર્ટે, કેન્દ્ર, ઉત્તરાખંડ, અને ઉત્તર પ્રદેશ સરકાર પાસે કાંવડ યાત્રાને લઈ જવાબ માંગ્યો છે. કાવડ યાત્રાને લઈને સુપ્રીમ કોર્ટે યુપી સરકારને આગળ પણ કહ્યું હતું કે ધર્મના અધિકારથી જીવવાનો અધિકાર ઉપર છે તેથી ફરી વિચાર કરો કે કાંવડ યાત્રા કરવી જાેઈએ કે નહિ?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.