Western Times News

Gujarati News

GCCI ની ફિલ્મ, એન્ટરટેનમેન્ટ, મીડિયા અને ઇવેન્ટ કમિટી દ્વારા ” ડાયરેકટર્સ કટ” પર યોજવામાં આવેલ લાઈવ સેમિનાર

ગુજરાતી લોકોનો ફિલ્મ નિર્માણમાં આઝાદી પૂર્વે થી જ મહત્વપૂર્ણ યોગદાન રહેલ છે, પરંતુ ચાલ જીવી લઈએ અને હેલારો  જેવી ફિલ્મો પછી ગુજરાતી સિનેમાનો વેશ્વિક સ્તરે પણ ખુબ જ જ વિકાસ થયો છે .

તા. 16 જુલાઈ, 2021 ના રોજ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ફિલ્મ, એન્ટરટેનમેન્ટ, મીડિયા અને ઇવેન્ટ (ફેમે) કમિટી દ્વારા ” ડાયરેકટર્સ કટ” પર લાઈવ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર માટે જાણીતા નિર્માતા તથા પ્રોડ્યુસર શ્રી અભિષેક જૈન, શ્રીમતી શીતલ શાહ અને શ્રીમતી આરતી વ્યાસ પટેલ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

જી.સી.સી.આઈ.ના સિનિયર ઉપપ્રમુખ શ્રી હેમંત શાહે તેમના સ્વાગત સંબોધનમાં જણાવ્યું હતું કે ગુજરાતી લોકોનો ફિલ્મ નિર્માણમાં આઝાદી પૂર્વે થી જ મહત્વપૂર્ણ યોગદાન રહેલ છે, પરંતુ ચાલ જીવી લઈએ અને હેલારો  જેવી ફિલ્મો પછી ગુજરાતી સિનેમાનો વેશ્વિક સ્તરે પણ ખુબ જ જ વિકાસ થયો છે .

કમિટીના ચેરમેન શ્રી આસિત શાહે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ વિશે ટૂંકમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતી ફિલ્મ ઉદ્યોગે શરૂઆતથી 1000 થી વધુ ફિલ્મોનું નિર્માણ કર્યું છે અને વિશ્વવ્યાપી આઠ કરોડ ગુજરાતીઓને પ્રેરણા આપી છે. અને તેમણે સેમિનાર માં ઉપસ્થિત ત્રણ ફિલ્મ નિર્માતા તથા અતિથિ વક્તાઓનો ટૂંકમાં પરિચય આપ્યો હતો.

શ્રીમતી શીતલ શાહ, શ્રી અભિષેક જૈન અને શ્રીમતી આરતી પટેલે પોતાના વક્તવ્યમાં તેમની ફિલ્મ નિર્માતા તરીકેની જર્ની, ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ અને ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ્સનું ભવિષ્ય અને ફિલ્મ નિર્માણની ટિપ્સ અને યુક્તિઓ પર ચર્ચા કરી હતી.

તેઓએ તેમના અનુભવો પણ શેર કર્યા હતા. શ્રી અભિષેક જૈને તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે હવે સરકાર ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના પ્રયત્નોને માન્યતા આપે છે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે જે સબસિડીની જાહેરાત કરવામાં આવી છે તેને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો માટે પુરસ્કાર નીતિ તરીકે ધ્યાનમાં લેવી જોઇએ. સેમિનારમાં પ્રશ્ન-જવાબ સત્રનું સંચાલન  ફેમે કમિટીના કો-ચેરમેન શ્રી નયન જૈન દ્વારા કરવામાં આવ્યું હતું.

જીસીસીઆઈ ના માનદ સચિવ, શ્રી પથિક પટવારીએ આભારવિધિ સંપન્ન કરતા એવી લાગણી વ્યક્ત કરી હતી કે તાજેતરમાં લોન્ચ થયેલ ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ ઓહો, આપણા યુવા વર્ગ અને નવી પેઢીને ગુજરાતી ભાષા તરફ પ્રોત્સાહિત કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.