Western Times News

Gujarati News

કાંવડ યાત્રામાં બાળકોને ગાંજા અને શરાબ પીવાના તાલીમ અપાય છે : રાજભર

લખનૌ: સાવનના મહીનામાં યોજાાર પવિત્ર કાંવડ યાત્રાની શરૂઆત પહેલા જ તેના પર રાજનીતિ શરૂ થઇ ગઇ છે. યોગી સરકાર પર સુપ્રીમ કોર્ટે કાંવડ યાત્રાને લઇને કડક વલણ અપનાવ્યું છે આ દરમિયાન સુહેલદેવ ભારતીય સમાજ પારટીના અધ્યક્ષ ઓમ પ્રકાશ રાજભરે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

તેમણે કહ્યું કે કાંવડ યાત્રામાં ૧૦થી ૧૫ વર્ષના બાળકોને ગાંજાે અને શરાબ પીવાની તાલીમ અપાવાય છે ભાજપને શિક્ષણ રોજગાર મોંધવારીથી મતલબ નથી તેને ઘ્યાન હટાવવા માટે કાંવડ યાત્રા સ્ક્રીમ ચલાવી છે રાજભરે કાંવડ યાત્રાને ગાંજા શરાબ પિવડાવવાની યાત્રા બતાવતા કહ્યું કે આ કામ યોગીજી કરતા હતાં કાંવડ યાત્રા થશે શરાબના ઠેકા ખુલ્લા રહેશે ભાજપની કચેરી અને તેનું કામ ચાલશે પરંતુ શિક્ષણ સંસ્થાન બંધ છે.

રાજભરે કહ્યું કે ગરીબ બાળકોને શિક્ષણથી દુર કરવા માટે કાંવડ યાત્રા ચલાવાય છે કાંવડ યાત્રાથી કોઇ એન્જીનીયર, આઇએએસ પીસીએસ બની શકે નહીં કાંવડ યાત્રા પર પુષ્પ વર્ષા કરવાની જગ્યાએ તે પૈસા શિક્ષણ પર ખર્ચ કરવા જાેઇએ

રાજભરે કહ્યું કે લોકોનું ધ્યાન હટાવવા માટે યોગી સરકાર કાંવડ યાત્રા કાઢવા તૈયાર થઇ છે જયારે સુપ્રીમ કોર્ટે આ બાબતને લઇને યોગી સરકારને ફટકાર આપી છે. કોરોનાના સમયે એક બાજુ વડાપ્રધાન ભીડ એકત્રિત નહીં કરવાની સલાહ આપે છે અને યોગીજી રાજયમાં કાંવડ યાત્રા કાઢવાની તૈયારીમાં છે.

તેમણે કુંભને લઇને પણ નિશાન સાધ્યું અને કહ્યું કે ગત સરકારે કુંભ પર ૯૦૦ કરોડ ખર્ચ કર્યો આમણે ૪૬૦૦ કરોડ જાે ૯૦૦થી વધારી ૧૫૦૦-૨૦૦૦ કરોડ ખર્ચ કરી દે તો બાકી ૨૬૦૦ કરોડ શિક્ષણ પર ખર્ચ કરી શકાય પરંતુ તેમની આવી ઇચ્છા છે જ નહીં રાજયમાં દિવસે દિવસે બેરોજગારી વધી રહી છે આમ છતાં યોગી સરકાર આ બાબતે કોઇ કાર્ય કરી રહી નથી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.