Western Times News

Gujarati News

ઉત્તર પ્રદેશમાં અલગ અલગ ગામોમાં દીવાલ ધરાશાયી, ત્રણ બાળકો સહિત કુલ ૭ના મોત

લખનૌ: ઉત્તરપ્રદેશના સીતાપુરમાં છેલ્લા દિવસોમાં આવેલ વરસાદના કારણે અલગ અલગ વિસ્તારમાં દીવાલ પડતાં કુલ સાત લોકોના મોત થયા હોવાની ખબર સામે આવી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તમામ મૃતદેહોને પોસ્ટમાર્ટમ માટે મોકલી દીધા છે. સીતાપુરના ડ્ઢસ્ ભારદ્વાજે આ જાણકારી આપતા કહ્યું કે સમગ્ર જિલ્લામાં ત્રણ અલગ અલગ જગ્યાએ દીવાલ અને મકાન ધરાશયી થવાની ઘટના બની હતી. જેમાં કુલ સાત વ્યક્તિઓના મોત થયા છે. જેમાં કુલ ૨ વ્યક્તિ ઘાયલ થયા છે. ઘાયલ થયેલા લોકોમાં ૧ વ્યક્તિની સારવાર ચાલી રહી છે અને એક વ્યક્તિને સારવાર કરી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.

વધુ વરસાદના કારણે માનપુર વિસ્તારમાં દીવાલ પડી જતાં ચાર લોકોના મોત થયા હતા અને બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ ઘટનામાં એક ૫૦ વર્ષીય મહિલા અને બીજા ત્રણ બાળકોના કરૂણ મોત નિપજ્યાં. બાળકોમાં શૈલેન્દ્રની ઉંમર ૧૦ વર્ષ, શિવની ઉંમર ૮ વર્ષ અને સુમનની ઉંમર માત્ર ૨ વર્ષની જ હતી. આ ત્રણેય બાળકોના મોત થયા છે.

બીજી એક ઘટના સદરપુર વિસ્તારમાં બની હતી, જ્યાં એક કાચી દીવાલ ધસી પડતાં એક પતિ પત્નીના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. આ ઘટનામાં મૃત્યુ પામેલા પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. કુલ સાત લોકનમાં મોત થતાં તે પ્રદેશના અધિકારીઓ તરત જ ઘટના સ્થળ પર હાજર થઈ ગયા હતા. બધા જ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને ઘાયલોની સારવાર પણ ઝડપથી શરૂ કરી દેવામાં આવી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.