Western Times News

Gujarati News

થોડો વખત GSTમાં કાપ મુકો, વેપારીઓને નાણાં આપો

અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવા પેચીદા પગલાંને બદલે સીધી સહાય કરનારા કદમ ઉઠાવવા સીઆઈઆઈની સરકારને મહત્ત્વપૂર્ણ સલાહ

(એજન્સી) નવીદિલ્હી, કોરોનાની થપાટમાંથી વેપાર ઉદ્યોગ સંપૂર્ણ બહાર આવી શક્યો નથી. ડીમાંડ તથા ધરાકી વધારવા માટે થોડા વખત જીએસટીમાં કાપ મુકવો તથા નાના વેપારીઓનેે નાણાકીય સહાય આપવા ઔદ્યોગિક સંગઠન કન્ફેડરેશન ઓફ ઈન્ડીયન ઇન્ડસ્ટ્રીઝ (સીઆઈઆઈ) દ્વારા સરકરને સૂચન કરાયુ છે.

સંગઠન દ્વારા એમ કહેવામાં આવ્યુ છે કે કોરોના મહામારીથી દુનિયાભરમાં આર્થિક, વહીવટી, સામાજીક તથા નાણાંકીય પ્રણાલીઓને અસર થઈ છે. અર્થતંત્ર નબળુ પડયુ છે. વેપાર ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છેે. જીવન વ્યવહાર તથા આજીવિકા પર દુરોગામી અસરનો પ્રભાવ છે.

અર્થતંત્રમાં તેજી લાવવા તથા કોરોનાની સંભવિત લોકોના જનજીવન નોર્મલ બનાવવા માટે એવા નક્કર કદમ ઉઠાવવાની જરૂર છે કે તેનાથી લોકોને સીધો લાભ થાય છે.સમયની જરૂરીયાતને પારખીને કદમ ઉઠાવવા પડે તેમ છે.
સંગઠનના મહાર્નિદેશક ચંદ્રજીત બેનર્જીએ જણાવ્યુ હતુ કે કોરોનાકાળ માં જીંદગીની સાથોસાથ આજીવિકા-કમાણી પણ અગત્યની છે.

સરકારે પરંપરાગત પગલાઓને બદલેે સમયની માંગને અનુરૂપ હોય એવા પગલાં લેવાની અનિવાર્યતા છે. ભલે થોડા સમય માટે હોય પરંતુ ટૂૃંકા સમયમાં જ અર્થતંત્રમાં જાન ફૂંકી શકે એવા હોવા જાેઈએ. આ માટે કેટલાંક સમય માટે કેટલીક ચીજાેમાં જીએસટી દર ઘટાડવો જાેઈએ. તથા નાના વેપારીઓને નાણાંકીય સહાય પૂરી પાડવી જાેઈએ. સરકરે આ માટે ખાસ ફંડ ઉભુ કરવુ જાેઈએ.

બીજી તરફ વેપાર ઉદ્યોગમાં અન્ય સંગઠન દ્વારા સંસદના વર્તમાન સત્રમાં આર્થિક બાબતોને લાગતા વિધેયકો પસાર કરવાની માંગ કરી છે તેના આધારે અર્થતંત્રને ધમધમતું કરવામાં મદદ મળી જશે. વીમા ખરડા જેવા વિધેયકો પસાર થાય તો આર્થિક ઉદારીકરણની દિશામાં મહત્ત્વપુર્ણ કદમ ગણાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.