Western Times News

Gujarati News

દાનવીર બાબુભાઈ પટેલ ‘સિમેન્ટવાળા’નું અવસાન

અમદાવાદ : ‘બાબુભાઈ સિમેન્ટવાળા’ના નામે જાણીતા બાબુભાઈ જાઈતારામ પટેલ (ઉ.વ.૬૮)નું ટૂંકી માંદગી બાદ બુધવારે નિધન થયું હતું. સદ્‌ગતની અંતિમયાત્રામાં વાડજ સ્મશાન ખાતે મોટી સંખ્યામાં શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ, કર્ણાવતી તથા રાજપથ કલબના ડિરેકટરો અને પટેલ સમાજના સંખ્યાબંધ અગ્રણીઓ  ઉપસ્થિત  રહ્યા હતા.

સદ્દગતના અવસાનથી પુત્ર કૌશલ અને પુત્રી અંકીનીએ પ્રેમાળ પિતા ગુમાવ્યા છે. પૂર્ણિમાબહેને જીવનસંગી… તો ગુજરાતે એક સખાવતી સુપુત્ર. એક જમાનામાં જયારે સિમેન્ટની ભયંકર તંગી વરતાતી હતી ત્યારે સિમેન્ટની એજન્સી લેવાનું સાહસ કરી અમદાવાદના સંખ્યાબંધ બિલ્ડરોને મદદરૂપ બનનાર બાબુભાઈ જમીન અને કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.