Western Times News

Gujarati News

કુદરતના પ્રકોપથી પહાડી વિસ્તારોમાં લોકો થર થર કાંપી રહ્યા છે

Files Photo

નવીદિલ્હી: કુદરતના પ્રકોપથી પહાડી વિસ્તારોમાં લોકો થર થર કાંપી રહ્યા છે. અનેક ઠેકાણે ભૂસ્ખલનની ઘટનાઓ ઘટી રહી છે જેણે હિમાચલ પ્રદેશની સૂરત બગાડી નાખી છે. ફ્લેશ ફ્લડ અને ભૂસ્ખલનના કારણે અહીં ૧૪ લોકોના મોત થઈ ચૂક્યા છે. શુક્રવારે સવારે નાહનમાં પાવટા-શિલાઈ વચ્ચે નેશનલ હાઈવે (દ્ગૐ ૭૦૭) પર લેન્ડસ્લાઈડ થવાના કારણે અનેક લોકો મુસીબતમાં મૂક્યા તો તેમણે ભાગીને જીવ બચાવ્યા. કુલ્લુમાં મણિકર્ણની પાસે બ્રહ્મગંગામાં આવેલા પૂરમાં તણાઈ ગયેલા ૪ લોકોની શોધ ચાલુ છે. જ્યારે લાહોલના તોજિંગ નાલામાં વહી ગયેલા ૩ લોકોની હજુ ભાળ મળી નથી.

૨૭ જુલાઈના રોજ અચાનક વાદળ ફાટ્યા બાદ લાહોલ સ્પીતિમાં મચેલી તબાહીના નિશાન હજુ પણ ત્યાં જાેવા મળે છે. અહીં તોજિંગનાળા સહિત ૬ નાળામાં અચાનક આવેલા પૂરે કહેર વર્તાવ્યો. રસ્તા ધોવાઈ ગયા અને પુલ વહી ગયા. જેની ઝપેટમાં અનેક લોકો આવી ગયા જેમાંથી ૧૦૦થી વધુ તો પર્યટકો સામેલ હતા. અનેક લોકોને બચાવવાનું કામ યુદ્ધના સ્તરે ચાલુ છે.

આ સૌથી મોટા રેસ્ક્યૂ ઓપરેશનનું મોનેટરિંગ પ્રદેશના મુખ્યમંત્રી પોતે કરી રહ્યા છે. મુસીબતમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાની કોશિશોની સતત સમીક્ષા કરી રહ્યા છે. આ મુહિમ દરમિયાન ઉદયપુર વિસ્તારમાં પસાયેલા લગભગ ૧૫૦ પર્યટકોને અસ્થાયી પુલ દ્વારા બહાર કાઢવામાં આવ્યા. રેસ્ક્યૂ ઓપરેશનને હિમાચલ પ્રદેશ પોલીસ, હોમગાર્ડ્‌સ અને ફાયર બ્રિગેડના જવાનોએ અંજામ આપ્યો.

હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લાના નાહનમાં નેશનલ હાઈવે નંબર ૭૦૭ જમીનદોસ્ત થઈ ચૂકયો છે. સતત વરસાદ અને ત્યારબાદ ભૂસ્ખલનના કારણે રસ્તો નાશ પામ્યો. હાઈવેનો આ ભાગ ચંડીગઢને દહેરાદૂન સાથે જાેડનારો મુખ્ય રસ્તો છે. અહીં સ્થિતિ એી છે કે આ અકસ્માતે થોડો સમય આપ્યો તો લોકો પોતાનો જીવ બચાવી શક્યા. પથ્થરો ધસી પડવાના કારણે ગાડીઓ થોડા અંતરે રોકાઈ ગઈ આથી મોટી દુર્ઘટના ટળી.

કુદરતના પ્રકોપથી કાશ્મીર ખીણ પણ કાંપી ઉઠી છે. શુક્રવારે અચાનક ગાંદરબલના નુનાર વિસ્તારમાં વાદળ ફાટવાથી લોકોની મુસીબતો વધી ગઈ. પાણીનો પ્રવાહ શ્રીનગર-લેહ રાજમાર્ગ પર આવી ગયો. અનેક ઘરો તબાહ થઈ ગયા. પાક બરબાદ થઈ ગયો અને હવે લોકોને પાણી ઉતરવાનો ઈન્તેજાર છે.

પહાડી વિસ્તારોમાં તો સ્થિતિ ચિંતાજનક છે પણ મેદાની વિસ્તારમાં પણ કઈક એવી જ સ્થિતિ છે. દિલ્હીમાં વરસાદે છેલ્લા ૧૭ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. પહેલા તો વરસાદ જ નહતો પડતો અને હવે જ્યારે શરૂ થયો છે તો અટકવાનું નામ નથી લેતો.

હવામાન ખાતાએ ઝાલાવાડ અને બારાના કેટલાક વિસ્તારો માટે રેડ અલર્ટ જાહેર કરી છે. જ્યારે જયપુર, અજમેર, ટોંક, સવાઈ માધોપુર, ભિલવાડા, બુંદી, કોટા અને બારાના કેટલાક વિસ્તારો માટે ઓરેન્જ અલર્ટ જાહેર કરી છે. એ જ રીતે મધ્ય પ્રદેશમાં પણ કેટલીક જગ્યાઓ માટે ઓરેન્જ અલર્ટ જાહેર કરી છે. મધ્ય પ્રદેશના ૨૪ જિલ્લામાં અનેક જગ્યાઓ પર ભારે વરસાદ સાથે વીજળી પણ પડી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.