Western Times News

Gujarati News

કોરોનાની ઉત્પત્તી ચીનમાં થઈ હોવાનો ટ્રમ્પના પક્ષનો દાવો

વોશિંગ્ટન: કોરોના મહામારીની ઉત્પત્તિને લઈને ફરી એકવખત ચીન ચર્ચામાં છે. આ વખતે અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે, આ વાયરસની ઉત્પત્તિ ચીનમાં થઈ હતી. ઉલ્લેખનીય છે કે, આ પહેલા અમેરિકના પૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોનાની ઉત્પત્તિને લઈને ચીન સામે આંગળી ચિંધી હતી. તે પછી અમેરિકાના નવા પ્રેસિડન્ટ જાે બાઈડને પણ એવું જ સ્ટેન્ડ લીધું હતું. હવે, ટ્રમ્પની પાર્ટીના રિપોર્ટમાં ચીનની લેબમાંથી કોરોના વાયરસ લીક થયાની વાત કહેવાઈ છે. વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ટીમ પણ કોરોનાની ઉત્પત્તિને લઈને ચીનના વુહાનમાં તપાસ કરી ચૂકી છે.

અમેરિકાની રિપબ્લિકન પાર્ટી દ્વારા સોમવારે જાહેર કરાયેલા એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે, કોરોના મહામારીને જન્મ આપનારા કોરોના વાયરસની ઉત્પત્તિ ચીનની વુહાન લેબમાં થઈ છે. આ મુદ્દાને લઈને છેલ્લા એક વર્ષથી વાદ-વિવાદ ચાલી રહ્યો છે. ખાસ વાત એ છે કે, આ રિપોર્ટમાં એ વાતને ફગાવી દેવાઈ છે કે, આ વાયરસ મીટ બજારમાંથી ફેલાયો છે. તેમાં કહેવાયું છે કે, તેના પૂરતા પુરાવા છે કે, તે સપ્ટેમ્બર પહેલા વુહાન ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજીમાંથી લીક થયો હતો અને દુનિયાએ તો ઘણા મહિના પછી આ બીમારી પર ધ્યાન આપવાનું શરૂ કર્યું હતું.

રિપોર્ટમાં કહેવાયું હતું કે, હવે અમે માનીએ છી કે વુહાન મીટ બજારને સ્ત્રોતના રૂપમાં સંપૂર્ણ રીતે નકારી દેવાનો સમય આવી ગયો છે. અમે એ પણ માનીએ છીએ કે, પુરાવા એ વાત તરફ ઈશારા કરી રહ્યા છે કે, વાયરસ લીક થયો અને એવું ૧૨ સપ્ટેમ્બર, ૨૦૧૯થી થોડા સમય પહેલા થયું. હાઉસ ફોરેન અફેયર્સ કમિટીના ટોચના રિપબ્લિકન અને ટેક્સાસના ૧૦મા કોંગ્રેસ જિલ્લાના પ્રતિનિધિ માઈક મેકકોલે પેનલના રિપબ્લિકન કર્મચારીઓ દ્વારા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.