Western Times News

Gujarati News

સાંડેસરા બંધુઓની કંપનીઓ દ્વારા ભારતને ક્રૂડનું વેચાણ

નવી દિલ્હી: સરકારી બેંકોને ૧૫ હજાર કરોડમાં નવડાવીને નાઈજિરિયા ભાગી જનારા સ્ટર્લિંગ બાયોટેક ગ્રુપના પ્રમોટર્સ નીતિન અને ચેતન સાંડેસરાના નામોનો સોમવારે લોકસભામાં થયેલી ચર્ચામાં ઉલ્લેખ થયો હતો. એક લેખિત સવાલમાં એઆઈએમઆઈએમના હૈદરાબાદ બેઠકના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ સરકાર પાસેથી જાન્યુઆરી ૨૦૧૮થી અત્યારસુધી સાંડેસરાબંધુઓના નાઈજિરિયન બિઝનેસ શિપકો નાઈજિરિયા દ્વારા યુકેની ગ્લેનકોર કંપની મારફતે ઓઈલ શિપમેન્ટ્‌સ ભારતને વેચવામાં આવ્યા

ભારતીય એજન્સીઓ દ્વારા કેટલા શિપમેન્ટ જપ્ત કરવામાં આવ્યા? કેટલાક વિદેશી મીડિયાના અહેવાલોમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે સાંડેસરાબંધુઓને ભારતીય કોર્ટો દ્વારા ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હોવા છતાંય તેઓ યુકેમાં નોંધાયેલી કંપની મારફતે ભારત સરકારની માલિકીની ઓઈલ કંપનીઓને ક્રુડ વેચી રહ્યા છે. ઓવૈસી દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં રાજ્યકક્ષાના નાણામંત્રી પંકજ ચૌધરીએ લેખિતમાં આપેલા જવાબમાં જણાવ્યું હતું કે ભારતીય એજન્સીઓ દ્વારા જાન્યુઆરી ૨૦૧૮થી અત્યારસુધી સિપકો નાઈજિરિયાના કોઈ ઓઇલ શિપમેન્ટ જપ્ત નથી કરાયા.

જાેકે, સરકારે એ સ્પષ્ટતા નહોતી કરી કે સરકારી ઓઈલ કંપનીઓ સાંડેસરા સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલી કોઈ ઓઈલ કંપની પાસેથી ક્રૂડ ખરીદે છે કે કેમ તે અંગે કોઈ સ્પષ્ટતા નહોતી કરી. નાણામંત્રીએ સંસદને જણાવ્યું હતું કે વિવિધ એજન્સીઓએ સાંડેસરા બ્રધર્સ સામે કાર્યવાહી શરુ કરી છે. તેમણે એવી પણ માહિતી આપી હતી કે ૨૨ જૂનના રોજ સેબીએ નીતિન અને ચેતન સાંડેસરાને સિક્યોરિટી માર્કેટ એક્સેસ કરવા પર તેમજ સેબીમાં રજિસ્ટર્ડ થયેલી કોઈપણ કંપનીમાં મેનેજમેન્ટ પોઝિશન લેવા પર પાંચ વર્ષ માટે પ્રતિબંધિત કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.