Western Times News

Gujarati News

પાક. આતંકીઓનું આશ્રયસ્થાન છે, હવે કાર્યવાહીની જરૂર

Files Photo

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં વધતી હિંસા વચ્ચે ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં નામ લીધા વગર પાકિસ્તાનને આતંકીઓનું સલામત આશ્રયસ્થાન કહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ અને ઓગસ્ટ મહિના માટે સુરક્ષા પરિષદના અધ્યક્ષ ટીએસ તિરૂમૂર્તિએ કહ્યુ કે, આતંકીઓને આસરો આપનારની જવાબદારીઓ નક્કી કરવાની જરૂર છે. તિરૂમૂર્તિએ પરોક્ષરૂપથી પાકિસ્તાનનો ઉલ્લેખ કરતા અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપવા માટે ક્ષેત્રમાં આતંકવાદીઓના આશ્રયસ્થાનોને તત્કાલ નષ્ટ કરવા અને આતંકીઓની સપ્લાય ચેઇન ખોરવવા પર ભાર આપ્યો છે.

તેમણે કહ્યું કે, તે નક્કી કરવાની જરૂર છે કે અફઘાનિસ્તાનના પાડોશી દેશ અને ક્ષેત્રને આતંકવાદ, અલગાવવાદ અને ચરમપંથનો ખતરો ન હોય. આતંકવાદના તમામ સ્વરૂપોને ક્યારેય સ્વીકારવાની જરૂર નથી. તેમણે કહ્યું- તે નક્કી કરવું પણ સમાન રૂપથી જરૂરી છે કે અફઘાનિસ્તાનના ભૂ-ભાગનો ઉપયોગ આતંકવાદી સમૂહ કોઈ અન્ય દેશ પર હુમલા માટે ન કરી શકે. આતંકવાદી સંગઠનોને સામગ્રી તથા અન્ય નાણાકીય મદદ કરનારની જવાબદાર ઠેરવવાની જરૂર છે. તિરૂમૂર્તિએ ૧૫ સભ્યોની યૂએનએસસીને કહ્યું કે, સમય આવી ગયો છે કે આંતરરાષ્ટ્રીય સમુદાય, ખાસ કરી આ પરિષદ સ્થિતિનું મૂલ્યાંકન કરે અને સ્થાયી તથા વ્યાપક સંઘર્ષ વિરામમાં મદદ કરનારી કાર્યવાહી પર ર્નિણય કરે તથા હિંસા પર તત્કાલ પ્રતિબંધ લગાવવાનું નક્કી કરે. તેમાં કોઈ પ્રકારની કમી થવા પર પ્રાદેશિક શાંતિ તથા સુરક્ષા માટે એક ગંભીર ખતરો પેદા થશે.

ભારતે કહ્યુ કે, અફઘાનિસ્તાનનો ભુતકાળ તેનનું ભવિષ્ય ન હોઈ શકે અને પ્રદેશમાં આતંકવાદીઓને આશ્રય સ્થાનોને તત્કાલ નષ્ટ કરવામાં આવે તથા આતંકીઓની સપ્લાય ચેન બંધ કરવામાં આવે. સાથે ભારતે ભાર આપતા કહ્યુ કે, હવે સમય આવી ગયો છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ હિંસા પર તત્કાલ પ્રતિબંધ લગાવવા માટે કાર્યવાહી કરવા વિશે ર્નિણય કરે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટી એસ તિરૂમૂર્તિએ અફઘાનિસ્તાન પર સુરક્ષા પરિષદની બેઠકમાં કહ્યુ- અફઘાનિસ્તાનના પાડોશી હોવાને નાતે ત્યાંની હાલની સ્થિતિ અમારા માટે મોટી ચિંતાનો વિષય છે. હિંસા ઓછી થવાના સંકેત જાેવા મળી રહ્યાં નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.