Western Times News

Gujarati News

રેલવે ટ્રેકમાં લોખંડની એંગલો મૂકી ટ્રેન ઉથલાવાનું કાવતરૂં

નવસારી: રેલવેની મુસાફરની સૌથી સુરક્ષિત મુસાફરી માનવામાં આવે છે કારણ કે ટ્રેનને ક્યારેય માર્ગ જેવો અકસ્માત નડતો નથી. પરંતુ જ્યારે ટ્રેન અકસ્માત થાય ત્યારે મોટી જાનહાનિ થવાની સંભાવનાઓ રહેલી હોય છે. આજે નવસારી રેલવે સ્ટેશનની નજીક આવી જ એક મોટી ખુંવારી થતા બચી ગઈ છે. કોઈ આવારા તત્વોએ નવસારી નજીક ટ્રેનને ઉથલાવી નાખવાનું કાવતરું રચ્યું હતું પરંતુ માલગાડીના એક ડ્રાઇવરની સમય સુચકતાના કારણે આ કાવતરૂં નિષ્ફળ ગયું છે. જાે આ માલગાડીના ડ્રાઇવરની નજર રેલવે ટ્રેક પર મૂકેલી લોખંડની એંગલો પર ન પડે તો આજે મોટો અકસ્માત થઈ ગયો હોત. બનાવની વિગતો એવી છે કે નવસારીમાં ગાંધી સ્મૃતિ સ્ટેશનથી નવસારી આવતા તરફ રેલવે ટ્રેક પર ઉપર કોઈ એ લોખંડની એંગલો મૂકી દીધી હતી. આ એંગલો બંધ ટ્રેક પર નહોતી

પરંતુ ઉપયોગમાં લેવાતા ટ્રેકમાં હતી. દરમિયાન રોજના રૂટ પર બાજુના ટ્રેક પરથી પસાર થઈ રહેલી માલગાડીના ડ્રાઇવરની નજર આ એંગલો પર પડી હતી. આ દૃશ્યો જાેતા જ તેનો જીવ અદ્ધર થઈ ગયો હતો. માલગાડીના ડ્રાઇવરે તાત્કાલિક ત્યાં જઈને લોખંડની એંગલો અંગે વાયરલેસ દ્વારા ગાર્ડ મારફતે સ્ટેશન તરફ માહિતી મોકલાવી હતી. આ માહિતી પહોંચી ન હોત તો આજે કોઈ મોટી દુર્ઘટના થઈ શકી હતી. દરમિયાનમાં પ્રાપ્ત માહિતી અનુસાર આ સમયે જ મેમુ પસાર થવાનો સમય પણ હતો.

માલગાડીના ડ્રાઇવરે આ એંગલો હટાવી અને ત્યારે મેમુને અટકાવી દેવામાં આવી હતી. જાે આ ડ્રાઇવરે સમય સૂચકતા ન વાપરી હોત તો કોઈ પણ સ્વરૂપે અકસ્માત થઈ શક્યો હોત. તેવામાં આ અકસ્માત નિવારવા માટે તેણે એંગલો હટાવી હતી. એંગલો હટાવી દેવાતા ટ્રેન રવાના કરવામાં આવી હતી. આમ ડ્રાઇવરની સૂઝબૂઝના કારણે ગંભીર ટ્રેન અકસ્માત થતાં રહી ગયો હતો. જ્યારે આ સમગ્ર મામલે વલસાડ રેલવે પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી અને વધુ તપાસ હાથ ધરી છે. આ કાવતરું કોઈ આવારા તત્વોનું ટીખળ માટે કરવામાં આવેલું કારસ્તા છે કે પછી મોટા અકસ્માતને અંજામ આપવાનું આતંકવાદી કૃત્ય હતું એ તો સમય આવે જ જાણી શકાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.