Western Times News

Gujarati News

યુવાનોને પોતાનું નિશાન બનાવી રહ્યો છે ડેલ્ટા વેરિયન્ટ, દર્દી વધ્યા

કોરોના વાયરસથી ગત વર્ષે વૃદ્ધોના વધુ મોત થયા હતા

ઓસ્ટ્રેલિયા સહિત વિશ્વના અન્ય દેશોમાં યુવાનોને નિશાન બનાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ ડેલ્ટાઃ હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો 

કેનબરા,  કોરોના વાયરસના નવા વેરિયન્ટ ડેલ્ટાના હાલના પ્રકોપ દરમિયાન યુવાનોને વૈશ્વિક મહામારીની શરૂઆતની સરખામણીમાં હવે હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં એડમિટ કરવા પડી રહ્યા છે. આ સ્થિતિ ઓસ્ટ્રેલિયાની સાથે-સાથે વિશ્વના અન્ય દેશોમાં પણ જાેવા મળી રહી છે. ન્યૂ સાઉથ વેલ્સમાં ૧૩ જુલાઈથી ૧૭ જુલાઈ વચ્ચે, સૌથી વધુ ૩૦થી ૪૯ વર્ષની ઉંમરના લોકોને કોવિડ-૧૯ના કારણે હોસ્પિટલમાં એડમિટ કરાયા.

હોસ્પિટલમાં એડમિટ કરાયેલા ૪૫ લોકોની ઉંમર ૩૦થી ૪૦ વર્ષની વચ્ચે હતી, જે કોવિડના કારણે એડમિટ થયેલા લોકોના ૨૬ ટકા છે. ૪૯ વર્ષ અને તેનાથી ઓછી ઉંમરના ૧૩ લોકોને આઈસીયુમાં એડમિટ કરવા પડ્યા, જે આઈસીયુમાં એડમિટ થયેલા લોકોના ૩૬ ટકા હતા, જેમાંથી સૌથી ઓછી ઉંમરનો એક દર્દી એક કિશોર હતો.

આ ચિંતાજનક સ્થિતિની માટે કયું કારણ જવાબદાર હોઈ શકે છે? શું એ સાચું છે કે, વધુ ઉંમરના મોટાભાગના લોકોને હવે રસી આપી ચૂકાઈ છે એટલે તેઓ સલામત થઈ ગયા છે કે પછી આ ડેલ્ટા સ્વરૂપ યુવાન લોકોમાં વધુ ગંભીર બીમારી ફેલાવી રહ્યો છે? કેટલીક હદ સુધી બંને વાતો તેના માટે જવાબદાર હોઈ શકે છે.

ગત વર્ષે કોરોના વિશે જાણવા મળ્યા બાદ એ સ્પષ્ટ થઈ ગયું હતું કે, વૃદ્ધો વધુ બીમાર પડવાની શક્યતા છે. આ વાત અન્ય સંક્રામક બીમારીઓ વિશે પણ સાચી છે. ગત વર્ષના અંતમાં પ્રકાશિત એક સમીક્ષામાં વધતી ઉંમરની સાથે સંક્રમણથી મૃત્યુ દરમાં ઝડપથી વધારો દેખાય છે. જાેકે, યુવા લોકો સંક્રમિત થવાની વધુ આશંકા છે.

ઓસ્ટ્રેલિયા અને વિદેશોમાં ૨૦ વર્ષની આસપાસના યુવાન કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે.

જાે આપણે ઓસ્ટ્રેલિયામાં મહામારી શરૂ થયા પછીથી નોંધાયેલા કોરોનાના બધા કેસોને જાેઈએ તો ૨૦થી ૨૯ વર્ષના યુવાનોની સંખ્યા સૌથી વધુ (કુલ સંક્રમણોના લગભગ ૨૨ ટકા) છે. જુદા-જુદા રિપોર્ટ દર્શાવે છે કે, ન્યૂ સાઉથ વેલ્સમાં ગુરુવારે નોંધાયેલા નવા કેસોમાંથી ૬૭ ટકા કેસ ૪૦ વર્ષથી ઓછી ઉંમરના લોકો સાથે જાેડાયેલા છે.

કેટલાક લોકોએ ૪૦ વર્ષની ઓછી ઉંમરના લોકો દ્વારા વધુ સામાજિત સંપર્ક રાખવાને આ ઉંમરના લોકોમાં સંક્રમણનો દર વધુ હોવાનું જણાવ્યું. સાથે જ એ પણ સ્વીકાર્યું કે, યુવાન લોકોની મોટા પ્રમાણમાં તપાસ, વૃદ્ધો દ્વારા વધુ બચાવ અને યુવાનોમાં શારીરિક અંતર સાથે જાેડાયેલા મહત્વપૂર્ણ જન આરોગ્ય સંદેશો પહોંચાડવામાં નિષ્ફળતાને પણ કારણ માનવામાં આવી રહ્યું છે. કારણ જે પણ હોય, પરંતુ એક તરફ યુવાનોમાં કોરોનાથી મોતનું જાેખમ ઓછું જાેવા મળ્યું છે, તો બીજી તરફ એ સ્પષ્ટ છે કે, જાે વધુ યુવાનો સંક્રમિત થશે તો તેમને ગંભીર બીમારી થવાનું અને મોતનું જાેખમ પણ વધુ રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.