Western Times News

Gujarati News

ભારતને એશિયાટિક સિંહનું ઘર હોવાનું ગર્વ છે : પ્રધાનમંત્રી

Files Photo

અમદાવાદ: ૧૦ ઓગષ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ. આ દિવસની વન વિભાગ દ્વારા દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે. આખા એશિયાખંડમા માત્ર અને માત્ર ગુજરાતના સૌરાષ્ટ્‌ર્ના ગીર જંગલમા સિંહોની વસ્તી છે. એશિયાટિક સિંહો ગુજરાતની આન બાન અને શાન ગણાય છે. આજે સિંહ દિવસ પર પ્રધાનમંત્રી મોદીએ ટ્‌વીટ કરીને પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યુંકે,સિંહ જાજરમાન અને હિંમતવાન પ્રાણી છે. ભારતને એશિયાટિક સિંહનું ઘર હોવાનું ગર્વ છે. વિશ્વ સિંહ દિવસ પર, હું સિંહ સંરક્ષણ પ્રત્યે ઉત્સાહી તમામ લોકોને મારી શુભેચ્છાઓ પાઠવું છું. આ એક વાત આપણને બધાને આનંદ આપનારી છેકે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતમાં સિંહોની વસ્તીમાં સતત વધારો જાેવા મળી રહ્યો છે.

બીજી એક ટ્‌વીટમાં પીએમ મોદીએ પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું છેકે, જ્યારે હું ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપતો હતો, ત્યારે મને ગીરના સિંહોના સંરક્ષણ માટે કામ કરવાની ઉમદા તક મળી હતી. તે સમયે મને સિંહોની સલામતી અને તેમના સુરક્ષિત રહેઠાણ માટે ઘણાં કાર્યો કરવાની તક મળી હતી. સિંહોની સલામતી માટે સ્થાનિક સમુદાયો તેમજ વૈશ્વિક કક્ષાના નિષ્ણાંતોની પણ મદદ લેવામાં આવી રહી છે. આપણાં ત્યાં સિંહો એકદમ સલામત છે. તેમના થકી પ્રવાસનને પણ ખુબ જ પ્રોત્સાહન મળ્યું છે. આ સાથે જ સિંહોની સલામતી માટે અમારી સરકારે અનેક પહેલ કરી છે.

આખા એશિયાખંડમા માત્ર અને માત્ર ગુજરાતના સૌરાષ્ટ્‌ર્ના ગીર જંગલમા સિંહની વસ્તી છે. આપણને સ્વાભવિક એક પ્રશ્ન થાય કે હિંદુસ્તાનમા કોઇ પણ જગ્યાએ નહીં અને ગીર જંગલમા જ સિંહની વસ્તી કેમ? આનું કારણ કાળક્રમે પૃથ્વીમાં થયેલી ઉથલપાથલ છે. એક વખત સૌરાષ્ટ્રનો ભાગ આફ્રિકા ખંડ સાથે જાેડાયેલો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.