Western Times News

Gujarati News

કાબુલ એરપોર્ટ પર થયેલી અંધાધૂંધીમાં પાંચનાં મોત

કાબુલ એરપોર્ટ પર લૂંટ અને દોડધામ રોકવા ર્નિણય લેવાયો, લોકોને એરપોર્ટ તરફ ન ભાગવા તંત્રની અપીલ

કાબુલ, અફઘાનિસ્તાનમાં તાલિબાને ભલે પોતાની જીતના ઉદઘોષ સાથે યુદ્ધના અંતની જાહેરાત કરી દીધી હોય પરંતુ આ ત્રાસદીની ભયાવહ તસવીરો સામે આવી રહી છે. તાલિબાનના રાજની વાપસીના ડરથી અફઘાનિસ્તાનના હજારો લોકો કાબુલ એરપોર્ટ તરફ ભાગી રહ્યા છે. અહીં સુધી કે અફઘાનિસ્તાનથી ભાગીને બીજા દેશમાં શરણ લેવા માટે કેટલાક લોકો પોતાની જીંદગી પણ દાવ પર લગાવી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં કાબુલ એરપોર્ટથી નિકળેલા એક વિમાનના ટાયર પર ત્રણ લોકો લટકતાં જાેવા મળી રહ્યા છે. વીડિયોમાં વિમાન સી-૧૭ ના ટાયર પર લટકેલા લોકો એક ઘરની છત પર પડી રહ્યા છે. ઘણા લોકો આ ક્લિપ શેર કરી અમેરિકાને પણ ધિક્કાર કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું, આ તસવીરો અમેરિકાને ડરાવતી રહેશે. અફઘાનિસ્તાનથી અમેરિકી સેનાની વાપસીના લીધે તાલિબાનને ફરીથી તક મળી ગઇ છે.

સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. ટોલો ન્યૂઝે આ પોતાના ટિ્‌વટર હેન્ડલ પરથી શેર કર્યો છે. આ વીડિયોમાં લોકો ટેક ઓફ કરી રહેલા પ્લેનની નીચે ભાગતાં જાેવા મળી રહ્યા છે. સમાચાર એજન્સી રોયટર્સના અનુસાર, કાબૂલ એરપોર્ટ પર દોડધામની સ્થિતિ છે અત્યાર સુધી પાંચ લોકોના મોત થયા છે. હજારો લોકો પ્લેનમાં બળજબરીપૂર્વક ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે તેને એક ગાડીમાં પાંચ લોકોની લાશને લઇ જતાં જાેઇ છે.

જાેકે એ સ્પષ્ટ નથી કે ગોળી વાગવાથી તેનું મોત થયું અથવા પછી એરપોર્ટ પર મચેલી દોડધામથી. એક અમેરિકન અધિકારીએ અલજજીરાએ જણાવ્યું કે એરપોર્ટની જવાબદારી સંભાળી રહેલી અમેરિકન સેનાએ ભીડને વિખરવા માટે હવામાં ફાયરિંગ કર્યું.

કાબુલ એરપોર્ટ ઓથોરિટીએ એક નિવેદન જાહેર કરી જણાવ્યું કે હામિદ કરજઇ એરપોર્ટ પરથી જનાર તમામ કોમર્શિયલ ફ્લાઇટ્‌સ રદ કરી દીધી છે. એરપોર્ટ પર લૂંટ અને દોડધામ રોકવા માટે આ ર્નિણય લેવામાં આવ્યો છે. વહિવટીતંત્રએ લોકોને અપીલ કરી કે એરપોર્ટ ન ભાગે.

અલજજીરાના રિપોર્ટ અનુસાર તાલિબાન સત્તા સંભાળ્યા બાદ કાબુલ એરપોર્ટમાં અસલી સંકટ જાેવા મળી રહ્યું છે. એરપોર્ટ બહાર સ્થિતિ ખરાબ નથી. મોટાભાગના ભાગમાં સુરક્ષાબળોએ હથિયાર મુકી દીધા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.