Western Times News

Gujarati News

તાલીબાનની આવકનું સૌથી મોટું માધ્ય અફીણનો વેપાર, ટર્નઓવર ૧૨ હજાર કરોડનું

પ્રતિકાત્મક

તાલિબાનની મજબૂત પકડ ધરાવતા દક્ષિણ અફઘાનિસ્તાનની હેલમંડ નદીની આસપાસમાં ૯૦% હેરોઈન પેદા થાય છે

નવી દિલ્હી, અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં અત્યાધુનિક હથિયારો સાથે તાલિબાનોએ પોતાનું શાસન સ્થાપી દીધું છે. આ આતંકવાદી સંગઠન પાસે ખૂબ જ આધુનિક અને ઢગલાબંધ હથિયારો છે. સવાલ એ થાય કે આ આતંકવાદી સંગઠન પાસે પૈસા ક્યાંથી આવે છે?

હકીકતમાં વર્ષ ૨૦૧૬માં ફોર્બ્સ મેગેઝિનમાં તાલિબાનને દુનિયાનું પાંચમું સૌથી અમીર આતંકી સંગઠન ગણાવવામાં આવ્યું હતું. એ વખતે તાલિબાનનું વાર્ષિક ટર્નઓવર ૪૦૦ મિલિયન ડૉલર હતું. જાેકે, વર્ષ ૨૦૧૯-૨૦૨૦માં નાટોના એક ગુપ્ત રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો.

રિપોર્ટ પ્રમાણે ચાર વર્ષમાં તાલિબાનનું ટર્નઓવર વધીને ૧.૬ બિલિયન ડૉલર એટલે કે રૂ. ૧૧૮,૭૨૨,૪૦૦,૦૦૦ થઈ ગયું છે. નાટોનો રિપોર્ટ કહે છે કે અઢળક આવકને પગલે આંતરરાષ્ટ્રીય સમુદાયના દબાણ છતાં તાલિબાનને પોતાના સંગઠનનો વિસ્તાર કરવામાં મદદ મળી હતી.

આ રિપોર્ટના લેખલ લિન ઓ ડોનેલે તો એવું પણ કહ્યુ કે જાે આતંકી સંગઠનની આવક આવી જ રીતે વધતી જશે તો તેના પર કાબૂ મેળવવો મુશ્કેલ બની જશે. રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે જાે તાલિબાન વિરુદ્ધ વૈશ્વિક રીતે પગલાં નહીં ભરવામાં આવે તો તે એક અમીર સંગઠન બની રહેશે.

અફઘાનિસ્તાનમાંથી અમેરિકા હટી ગયા બાદ હવે તાલિબાન ફક્ત દક્ષિણ એશિયામાં જ નહીં પરંતુ આખા વિશ્વમાં દેશોને અસ્થિત કરવાની તાકાત બની શકે છે. તાલીબાનની આવકનું સૌથી મોટું માધ્ય અફીણનો ગેરકાયદે વેપાર છે. તાલિબાનની મજબૂત પકડ ધરાવતા દક્ષિણ અફઘાનિસ્તાનની હેલમંડ નદીની આસપાસના વિસ્તારમાં દુનિયાનું ૯૦% હેરોઈન પેદા થાય છે.

તાલિબાન અફીણની ખેતી કરતા ખેડૂતો પાસેથી ટેક્સની વસૂલી કરી છે અને ગેરકાયદે રીતે તેનો આખી દુનિયામાં વેપાર કરે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નાટો સેનાઓએ તાલિબાનની ગતિવિધિ પર રોક લગાવવા માટે જરૂરી કાર્યવાહી કરવી જાેઈએ.

સત્તા હાથમાંથી ગયા બાદ તાલિબાને ઈરાન, રશિયા અને હવે ચીન સાથે પોતાના સંબંધ સારા કરી લીધા છે. અમેરિકાની ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સીનું કહેવું છે કે તાલિબાનને ઈરાન તરફથી નાણાકીય, રાજનીતિક અને તાલિમ જેવી મદદ મળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.