Western Times News

Gujarati News

કાબુલથી ભારતીયોને પરત લાવવા ગ્લોબમાસ્ટર રવાના

નાગરિકો અફઘાનિસ્તાનથી પરત આવવા માગે છે તેમના માટે ભારે ભરખમ સૈન્ય વિમાન કામગીરી કરી રહ્યા છે

નવી દિલ્હી, તાલિબાને આખરે કાબુલ પર કબજાે કરી લીધા બાદ અહીં સ્થિતિ કપરી બની રહી છે. અફઘાનિસ્તાન છોડીને લોકો પોતાના વતન પરત જવા ઈચ્છી રહ્યા છે. આવામાં અહીં ફસાયેલા ભારતીયોને પણ બચાવવાની કામગીરી શરુ કરવામાં આવી છે,

જાેકે, સુરક્ષા કારણોસર સરકારે ભારતીયોની સંખ્યા દર્શાવી નથી. તેમને પરત લાવવા માટે વાયુસેનાના બે સી-૧૭ ગ્લોબમાસ્ટર વિમાન લગાવ્યા છે. જેમાંથી એકે રવિવારે રાત્રે ટેકઓફ કર્યું અને કાબુલમાંથી ભારતીયોને લઈને તે સોમવારે સવારે પરત આવ્યું.

આ પછી બીજુ વિમાન કાબુલથી ૧૩૦ લોકોને લઈને મંગળવારે સવારે ઉડ્યું. સૂત્રોનું કહેવું છે કે આ બન્ને વિમાન કાબુલના ઘણાં ચક્કર લગાવશે. સરકારે એક નિવેદનમાં કહ્યું કે જેઓ પરત ફરવા માગે છે તેવા ભારતીય નાગરિકોના સંપર્કમાં છે. આ સિવાય અફઘાન શીખ અને હિન્દુ સમુદાયના પ્રતિનિધિઓનો પણ સરકાર સંપર્ક કરી રહી છે. વિદેશ મંત્રાલયે કહ્યું, જે લોકો અફઘાનિસ્તાન છોડવા માગે છે, તેમને ભારત લાવવામાં અમે મદદ કરીશું.

વિદેશમાં જ્યારે પણ ભારતીય સંકટમાં ફસાય છે, વાયુસેના તેમની મદદ માટે પહોંચી જાય છે. એમાં પછી કોરોનાનું સંક્ટ હોય કે, ઓપરેશન રાહત.. ભારતીય વાયુસેનાએ ફસાયેલા નાગરિકોને બહાર કાઢ્યા છે. નેપાળમાં ‘ઓપરેશન મૈત્રી’, બેલ્જિયમમાં થયેલી ફિદાયીન હુમલામાં ભારતીયોને બહાર કાઢ્યા, લીબિયાઈમાંથી નાગરિકોને બચાવાયા હતા,

આ રીતે ભારતીય વાયુસેના દ્વારા કપરી પરિસ્થિતિમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટેના સફળ પ્રયાસ કરવામાં આવ્યા છે. કેન્દ્રના નિવેદનથી એ તરફ ઈશારો થઈ રહ્યો છે કે અસ્થાયી રીતે પણ દૂતાવાસ બંધ કરવા અંગે વિચાર્યું નથી. જે અફઘાન નાગરિકોએ ભારતના વિકાસ કાર્યક્રમોમાં મદદ કરી છે, તેઓ તેને દગાની જેમ જાેશે.

ભારત પાસે એ વિકલ્પ છે કે તે કૂટનીતિકતાને ઓછી કરી દે અથવા તો સ્થાનિક કર્મચારીઓના આધારે થોડા દિવસ દૂતાવાસ ચલાવે. આગામી દિવસોમાં તેના પર ર્નિણય કરવામાં આવી શકે છે. સરકારે કહ્યું છે કે, તે અફઘાનિસ્તાનની સ્થિતિ પર નજર રાખી રહી છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું કે ઈમર્જન્સી નંબરોનું લિસ્ટ જાહેર કરાયું છે અને લોકોને મદદ પહોંચાડવામાં આવી રહી છે. અમને જાણકારી છે કે અફઘાનિસ્તાનમાં હજુ પણ કેટલાક ભારતીય છે જેઓ પરત આવવા માગે છે અને અમે તેમના સપર્કમાં છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.