Western Times News

Gujarati News

કિયારા અડવાણીનું માસ્ક આમિર ખાને પ્રેમથી કાઢી આપ્યું

આમિર અને કિયારા અડવાણી જે ઈવેન્ટમાં હાજર રહ્યા તે દરમિયાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો

મુંબઈ, લગ્નજીવનના ૧૫ વર્ષ બાદ બીજી પત્ની કિરણ રાવ સાથે થોડા સમય પહેલા ડિવોર્સ લઈને આમિર ખાન ચર્ચામાં આવ્યો હતો. કેટલાક લોકોએ આમિર ખાનના આ ર્નિણયને ખોટો ગણાવ્યો હતો તો કેટલાકે આમિર અને કિરણના ડિવોર્સ માટે એક્ટ્રેસ ફાતિમા સના શેખને જવાબદાર ગણી હતી.

જાે કે, આ બધાની વચ્ચે આમિર ખાન અને કિરણ રાવ ઘણીવાર તેમના દીકરા આઝાદ સાથે જાેવા મળી ચૂક્યા હતા. હવે, આમિર ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આમિર ખાનનો જે વીડિયો વાયરલ થયો છે તેમાં તેની સાથે કિયારા અડવાણી પણ જાેવા મળી રહી છે. બંને સાથે કોઈ ઈવેન્ટમાં હાજર રહ્યા હતા.

આ વીડિયો બોલિવુડ સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ શેર કર્યો છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે, મીડિયા સાથે વાતચીત કરતી વખતે આમિર ખાન પોતાનું માસ્ક ઉતારે છે, કિયારા અડવાણી પણ જ્યારે માસ્ક કાઢવાનો પ્રયાસ કરે છે ત્યારે તે તેની ઈયરરિંગ્સમાં ફસાઈ જાય છે.

કિયારા ઘણા પ્રયાસો કરે છે, તેમ છતાં માસ્ક નીકળતું નથી. પાસે ઉભેલા આમિર ખાનનું ધ્યાન જતાં તે તરત જ તેને મદદની ઓફર કરે છે અને ઈયરરિંગ્સમાં ફસાયેલું માસ્ક કાઢી આપે છે. આમિર ખાન અને કિયારા અડવાણીના આ વીડિયો પર લોકો અલગ-અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે.

એક યૂઝરે લખ્યું છે ‘કિયારા ખૂબ જલ્દી કિયારા આમિર ખાન બની શકે છે’. એક યૂઝરે લખ્યું છે ‘આ ક્યાંક ફરીથી લગ્ન કરવાનું તો નથી વિચારી રહ્યો ને?’. એક યૂઝરે લખ્યું છે હવે આ આની સાથે લગ્ન કરશે?’. અન્ય યૂઝરે લખ્યું છે ‘આ હંમેશા તકની શોધમાં હોય છે’. એકનું કહેવું છે ‘આ ઘરડાને યુવાન છોકરીઓ વધારે ગમે છે’.

જાે કે, કેટલાક લોકો એવા પણ છે જેને આમિર ખાન અને કિયારા અડવાણીનો આ વીડિયો ગમ્યો છે. આમિર ખાનના વર્ક ફ્રંટની વાત કરીએ તો, તેની કરીના કપૂર સાથેની ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’ સાથેની ફિલ્મની રિલીઝની રાહ જાેવાઈ રહી છે. જે એક હોલિવુડ ફિલ્મની રિમેક છે. તો કિયારા અડવાણીની સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેની ‘શેરશાહ’ હાલમાં જ રિલીઝ થઈ છે. આ સિવાચ તેની પાસે ‘જુગ જુગ જીયો’ પણ છે, જેમાં તેની સાથે વરુણ ધવન છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.