Western Times News

Gujarati News

ડ્યુટી પરનો સ્ટાફ મોબાઈલમાં વ્યસ્ત હતો અને નવજાત જીવતુ સળગ્યું

પ્રતિકાત્મક

લખનૌ, ઉત્તરપ્રદેશમાં કૌશાંબી જિલ્લા હોસ્પિટલમાં એસએનસી(સિક ન્યૂ બોર્ન કેર યુનિટ)માં એક નવજાત શિશુ વોર્મર મશીનના હીટિંગ પેડ પર જીવતુ સળગી ગયું છે. બાળકનું શરીર લીલું થઈ ગયું હતું. વોર્મર એટલુ ગરમ હતું કે બાળકની છાતીથી પેટ સુધીની ચામડી ખરાબ રીતે દાઝી ગઈ હતી. તેના શરીરમાંથી ઘુમાડો નીકળવા લાગ્યો હતો.

વોર્મર પર રાખ્યા પછી સ્ટાફે બાળકને જાેયું જ નહોતું હોસ્પિટલના સ્ટાફે જ્યારે તેને જાેયું તો તેના હાથ-પગ ફુલી ગયા હતા. તાત્કાલિક ડોક્ટર્સને જાણ કરવામાં આવી. ચીફ મેડિકલ સુપ્રીટેન્ડટ ડો.દીપક સેઠ અને એસએનસીના ડોક્ટર્સ વોર્ડમાં પહોંચ્યા, ત્યાં સુધીમાં તો બાળકનું મૃત્યુ થઈ ગયું હતું.આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા સંબંધીઓએ હોસ્પિટલમાં જઈને હોબાળો કર્યો હતો. મંઝનપુર પોલીસે ઘટના સ્થળે પહોંચીને સમજાવ્યા ત્યારે તે શાંત હતા. સંબંધીઓનો આરોપ છે કે જીદ્ગઝ્રેં વોર્ડનો સ્ટાફ મોબાઈલ પર વ્યસ્ત હતો. તેમણે બાળકો પર ધ્યાન ન આપ્યું.

ફતેહપુરના હરિચંદ્રપુર ગામના રહેવાસી જુનૈદ અહમદની પત્ની મેહિલિકાને ૧૪ ઓગસ્ટના રોજ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી હતી. સાંજે ૬.૧૫ કલાકે મેહિલિકાએ પુત્રને જન્મ આપ્યો. પરિવારના સભ્યો ખૂબ જ ખુશ હતા. તેઓ નિશ્ચિત હતા કે રજા લઈને તે ઘરે જતા રહેશે. જાેકે ડોક્ટરોએ બાળક સંપૂર્ણ રીતે સ્વસ્થ ન હોવાની વાત કહી અને તેને એસએનસી વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યું.

આખી રાત પરિવારના સભ્યોને નવજાતની પાસે ન જેવા દેવાયા. રવિવારે સવારે બાળકની નાની શબાનાને તેને મળવા દેવામાં આવ્યા. તેનુ શરીર લીલુ થઈ ગયું હતું અને શરીરમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો. છાતી અને પેટનો હિસ્સો ભાગ દાઝી ગયો હતો.પિતા જુનૈદે જણાવ્યું કે જ્યારે તેમણે આ ઘટનાને લઈને એક ડોક્ટરને સવાલ કર્યો તો તેમણે કહ્યું- માફ કરી દો, ભૂલ થઈ ગઈ. આટલું જ બોલીને તે ત્યાંથી ચાલ્યા ગયા, પછી નજર ન આવ્યા. હું તેમનું નામ જાણતો નથી, જાેકે તે સામે આવે તો ઓળખી જઈશ.

ઈન્સ્પેક્ટર મનીષ પાંડેયે જણાવ્યું કે નવજાતના પિતા જુનૈદ અહમદની ફરિયાદ પર કેસની તપાસ કરાઈ રહી છે. બીજી તરફ એસએનસી ડો.દીપક સેઠે પણ કહ્યું છે કે તપાસ કરાવવામાં આવશે. દોષિતની વિરુદ્ધ કાર્યવાહી થશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.