Western Times News

Gujarati News

દેશમાં કોરોનાની સ્થિતિ બગાડવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર જવાબદાર: સર્વે

Files Photo

નવીદિલ્હી, જાે આજે ચૂંટણી થાય તો નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકાર સત્તા પર પરત ફરશે? શું વિનાશક કોવિડ -૧૯ રોગચાળાએ પીએમ મોદીની લોકપ્રિયતા પર અસર કરી છે? ભારતીય અર્થતંત્રની સ્થિતિ અને લોકશાહીની સ્થિતિ વિશે દેશ શું વિચારે છે? શું કોંગ્રેસ ભાજપને પડકારવા માટે તૈયાર છે? શું સોશિયલ મીડિયા પ્લેટફોર્મને નિયમન અને ઓટીટી સેવાઓ સેન્સરશીપની જરૂર છે? આ પ્રશ્નોના જવાબો ભારતના ટોચના સર્વેક્ષણમાં આપવામાં આવ્યા છે.

નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ લોકોના જીવન કેવું બદલાયું છે તે અંગે સર્વેમાં જણાવાયું કે પહેલા ૪૦-૫૦ ટકા લોકો કહેતા કે તેમના જીવન ધોરણમાં સુધારો આવ્યો છે પરંતુ હવે ફક્ત ૨૮ ટકા લોકોને જ લાગે છે કે મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ તેમના જીવનધોરણમાં સુધારો આવ્યો છે.

એનડીએ શાસિત કેન્દ્ર સરકારના રાજમાં કોમી શાંતિની સ્થિતિ કેવી છે તેના જવાબમાં ૫૫ ટકા લોકોએ કહ્યું કે સ્થિતિ બગડી છે. ૫૫ ટકા લોકોએ જણાવ્યું કે દેશમાં ભ્રષ્ટાચારમાં ૪૫ ટકાનો વધારો થયો છે. ૪૫ ટકા લોકોએ જણાવ્યું કે ભારતમાં લોકશાહી ખતરામાં છે. ૪૪ ટકા લોકોએ જણાવ્યું કે દેશમાં કોરોનાની સ્થિતિ બગાડવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર જવાબદાર છે.

શું કોરોનાને કારણે ભારતમાં સરકારી આંકડામાં જણાવાયા છે તેના કરતા વધારે લોકોના મોત થયા છે તેવા સવાલમાં જવાબમાં ૭૧ ટકાએ હામાં જવાબ આપ્યો. કોરોનાની બીજી લહેર લાવવા માટે કોણ જવાબદાર હતું તેવા સવાલના જવાબમાં ૨૭ ટકા લોકોએ કૂંભમેળા, રમઝાન અને રાજકીય પક્ષોની ચૂંટણી રેલીઓને જવાબદાર ઠેરવી હતી. ભાજપમાં નરેન્દ્ર મોદી પછી પ્રધાનમંત્રી બની શકે તેવા મજબૂત નેતા કયા તેના સવાલમાં ૨૪ ટકા લોકોએ અમિત શાહ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. ૨૯ ટકા લોકોએ જણાવ્યું કે એનડીએ સરકારની સૌથી મોટી નિષ્ફળતા મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલનો અસહ્ય ભાવવધારો છે. હાલમાં ભારત કઈ મોટી સમસ્યાનો સામનો કરી રહ્યો છે તેના જવાબમાં ૨૪ ટકા લોકોએ કોરોના મહામારીને જવાબદાર ઠેરવી છે.

ઈન્ડીયા ટુડે નેશન મૂડ ઓફ સર્વેમાં જણાવ્યાનુસાર, ઓગસ્ટ ૨૦૨૦ માં ૨૩ ટકા લોકોએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી કોરોના મહામારીને સંભાળી શક્યા નથી પરંતુ ઓગસ્ટ ૨૦૨૧ માં ૪૯ ટકા લોકોએ કહ્યું કે પ્રધાનમંત્રી મોદી કોરોના મહામારીને સારી રીતે સંભાળી શક્યા નથી. સર્વે અનુસાર ઓગસ્ટ ૨૦૨૧ માં ફક્ત ૨૪ ટકા લોકોએ નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી તરીકે કાબેલ ગણાવ્યાં જ્યારે ઓગસ્ટ ૨૦૨૦ માં ૬૬ ટકા લોકો મોદીને બેસ્ટ પ્રધાનમંત્રી માનતા હતા. ઈન્ડીયા ટુડે નેશન મૂડ ઓફ સર્વેમાં જણાવ્યાનુસાર ધરપકડના ડરથી ૫૧ ટકા લોકોએ સરકારનો વિરોધ કરવાનું પણ માંડી વાળ્યું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.