Western Times News

Gujarati News

ગોડાઉનોમાં સલામતી માટે વોચમેન રાખી તેની વિગતો પોલીસ સ્ટેશનોમાં જાણ કરવી ફરજિયાત

પ્રતિકાત્મક

અમદાવાદ ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં આવતા તથા જતા વાહનોની નંબર પ્લેટ અને તેમાં બેઠેલ વ્યક્તિઓ સ્પષ્ટ રીતે દેખાય તે રીતેની ગુણવત્તા ધરાવતા સીસીટીવી કેમેરા ફરજિયાતપણે લગાવવા

અમદાવાદ ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં અસલાલી. સાણંદ, ચંગોદર, ધોળકા, વિરમગામ ટાઉન, બોપલ વગેરે પોલીસ સ્ટેશન વિસ્તારોમાં મોટા ગોડાઉન આવેલા છે. આ કાર્યરત ગોડાઉનોમાં બહારથી માલસામાન લાવી સંગ્રહ કરતા મોટા ભાગના પ્રરપ્રાંતના ઈસમો હોય છે.જે ગોડાઉન તેમજ ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાંથે સંકળાયેલા છે.

આ ગોડાઉનો પર વોચમેનોની સંખ્યા નહિવત હોવાના કારણે ચોરી- લૂંટ તથા ધાડ જેવી ઘટનાઓ બનતી હોય છે. આવી ઘટનાઓ અટકાવવા આવી પ્રવ્રૃત્તિ આચરતા ઈસમો તેમજ આવા ઈસમોને બહારથી લાવનાર મુકાદમો અથવા કોન્ટ્રાક્ટરો ઉપર આવશ્યક નિયંત્રણો મુકવા જરૂરી હોઈ અમદાવાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી પરિમલ પંડ્યાએ એક હુકમ બહાર પાડી કેટલીક બાબતોની અમલવારી કરવા જણાવ્યું છે.

ઉપરોક્ત વિસ્તારમાં ગોડાઉનોમાં સલામતી માટે સિક્યુરીટી ગાર્ડ ( વોચમેન) રાખવા તથા તેની વિગતો સંબંધિત પોલીસ સ્ટેશનોમાં જાણ કરવા ફરજિયાત બનાવ્યું છે.

તેમજ ગોડાઉનની અંદર તથા બહારના ભાગે બહારથી આવતા તથા જતા વાહનોની નંબર પ્લેટ  અને તેમાં બેઠેલ વ્યક્તિઓ સ્પષ્ટ રીતે દેખાય તે રીતેની ગુણવત્તા ધારાવતા સીસીટીવી કેમેરા ફરજિયાતપણે લગાવવા અને તેનું ફૂટેજ દિન-૩૦ સુધી સંગ્રહ કરવા પણ ફરજિયાત બનાવ્યું છે.

આ જાહેરનામાનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. તેમજ આ હુકમ અન્વયે અમદાવાદ જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારમા ફરજ બજાવતા વિભાગીય પોલીસ અધિકારીશ્રીના દરજ્જાથી પોલીસ ઈન્સ્પેકટર સુધીના હોદ્દા ધરાવનાર તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામામો ભંગ કરનાર ઈસમો સામે ઈ.પી.કો.કલમ-૧૮૮ તથા ગુજરાત પોલીસ એક્ટ કલમ-૧૧૭ મુજબ ફરિયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. આ હુકમ તા- ૬/૧૦/૨૦૨૧ સુધી અમલમાં રહેશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.