Western Times News

Gujarati News

પોપ્યુલર શોમાં અનુપમા કિંજલના બોસને પાઠ ભણાવશે

મુંબઈ, ટેલિવિઝનના પોપ્યુલર શો અનુપમામાં રોજ ઘણાં ઉતાર-ચડાવ જાેવા મળે છે. રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે અને મદાલસા શર્માના લીડ રોલવાળી આ સીરિયલ પોતાના દર્શકોને મનોરંજન પૂરું પાડવામાં સહેજ પણ કચાશ નથી રાખતી. આ જ કારણ છે કે ‘અનુપમા’ લાંબા સમયથી ટીઆરપી ચાર્ટમાં ટોપ પર છે. હાલમાં પ્રસારિત થયેલા એપિસોડમાં તમે જાેયું હશે કે, કિંજલનો બોસ ઢોલકિયા તેની સાથે ગેરવર્તણૂક કરે છે. ઢોલકિયાના વર્તનથી સ્તબ્ધ થયેલી કિંજલ નોકરી છોડી દે છે. જે બાદ કિંજલની પોસ્ટ ઢોલકિયા બેરોજગાર કાવ્યાાને ઓફર કરે છે. કિંજલે જાેબ છોડતાં ઢોલકિયા કાવ્યાને પ્રોજેક્ટ હેડ બનાવા માગે છે. જાેકે, નોકરીના બદલામાં ઢોલકિયા કાવ્યાને તેની સાથે એક રાત ઊંઘવાનું કહેશે. કાવ્યા આ માટે ના પાડશે ત્યારે ઢોલકિયા તેને યાદ અપાવશે કે તેના બોસ વનરાજ સાથે પણ ચક્કર હતું. આ સાંભળીને કાવ્યા બેચેન થઈ જાય છે. અનુપમાના આગામી એપિસોડની કહાણી રસપ્રદ થવાની છે.

કિંજલ સાથે બનેલી ઘટના બાદ અનુપમાએ નક્કી કરી લીધું છે કે, તે ઢોલકિયાને પાઠ ભણાવશે. દુનિયા સામે ઢોલકિયાને ઊઘાડો પાડવા માટે અનુપમાએ જબરદસ્ત પ્લાન તૈયાર કરી લીધો છે. આ પ્લાનમાં શાહ પરિવારની સાથે કાવ્યા પણ અનુપમાનો સાથ આપશે. આગામી એપિસોડમાં જાેશો કે, શાહ પરિવાર અને રાખી દવે મળીને ઢોલકિયાની કાળી કરતૂત સોશિયલ મીડિયા પર વાયરલ કરશે. ઢોલકિયાને ફસાવા માટે તેઓ જાળ પાથરશે અને તેમાં ફસાઈ જશે.

કિંજલ સાથે દુર્વ્યવહાર કરવા બદલ અનુપમા ઢોલકિયાને થપ્પડ મારશે. જેનાથી ગિન્નાયેલો ઢોલકિયા અનુપમા પર હાથ ઉપાડવાની કોશિશ કરશે પરંતુ વનરાજ ઢાલ બનીને આગળ આવશે. જાેકે, ઢોલકિયા જલદી હાર માનનારા લોકોમાં નથી આવતો. ઢોલકિયા અનુપમા, કિંજલ-તોષુ અને આખા શાહ પરિવારને બરબાદ કરવાની ધમકી આપે છે. દુનિયા સામે ખુલ્લો પડ્યા બાદ ઢોલકિયા શાહ પરિવારને પરેશાન કરવા શું કરશે? ઢોલકિયા શાહ પરિવારને હાનિ પહોંચાડે તે પહેલા શું પોલીસ તેને જેલના સળિયા પાછળ ધકેલશે? પોતાની દીકરી કિંજલને પરેશાન કરનારા ઢોલકિયાની રાખી દવે શું હાલત કરશે? અનુપમા સીરિયલના આગામી એપિસોડ ખૂબ રસપ્રદ બની રહેશે તે નક્કી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.