Western Times News

Gujarati News

વડાપ્રધાન મોદીના જન્મ દિવસે ભાજપના કાર્યકરોને ગામે-ગામના રામ મંદિરમાં સમૂહ આરતીનો કાર્યક્રમ યોજવા સૂચના અપાઈ

અમદાવાદ, ગુજરાતમાં હાલમાં ભાજપની જન આશિર્વાદ યાત્રા ચાલી રહી છે. ત્યારે આગામી સમયમાં પણ અનેક કાર્યક્રમો થવાના છે. ૧૭ સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીના જન્મ દિવસે રાજ્યના ગામે ગામના રામ મંદિરમાં રામ ભક્તોને જાેડીને સમૂહ આરતીનો કાર્યક્રમ યોજવાની સૂચના આપવામાં આવી છે. ૧૭ સપ્ટેમ્બરે સાંજે ૭ કલાકે સુંદર વાતાવરણમાં સામૂહિક આરતી થાય તેવું આયોજન કરવાની ભાજપના નેતાઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. ભાજપના મહામંત્રી ભાર્ગવ ભટ્ટની સહીથી વહેતા થયેલા પત્રથી સમગ્ર ભાજપમાં જાણે વિધાનસભાની ચૂંટણી નજીક હોય તેવો માહોલ સર્જાયો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૫ સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે તેઓ ગાંધીનગર કમાન્ડ એન્ડ ક્ધટ્રોલની ખાસ મુલાકાત કરશે અને ત્યારબાદ મહાત્મા મંદિર થી દેશના પહેલાં સોલાર વિલેજનું લોકાર્પણ કરશે, ઉપરાંત રાજય સરકાર ના સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેકટ નો પણ પ્રારંભ કરાવશે. ૫ ઓગષ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહાત્મા મંદિર થી સ્કૂલ ઓફ એક્સીલન્સ પ્રોજેકટનું લોકાર્પણ કરશે. ઉપરાંત આજ દિવસે શિક્ષક દિન છે. ત્યારે શિક્ષક દિવસે ગુજરાતને કોઈ મોટી ભેટ સાથે શિક્ષકો માટે મોટી જાહેરાત કરી શકે છે.

આ ઉપરાંત નરેન્દ્ર ભાઈ મોદી ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરથી મોઢેરા વિલેજ સાથે સુર્યમંદિરનું રીમોટ દ્વારા દેશના સૌપ્રથમ સોલાર વિલેજનું લોકાર્પણ કરશે. સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ નરેન્દ્ર ભાઈ મોદીના એક દિવસના કાર્યક્રમ અંતર્ગત આજે પ્રધાનમંડળ કેબિનેટ બેઠકમાં શિક્ષણ વિભાગ તેમજ ઉર્જા વિભાગ સાથે પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ કાર્યક્રમ અંતર્ગત સવિશેષ ચર્ચા કરી હોવાના અહેવાલ છે.અત્યારે કેન્દ્ર સરકારના ત્રણયે રાજ્યમંત્રી અનુક્રમે દર્શના જરદોશ, દેવુસિંહ ચૌહાણ અને ડો.મહેન્દ્ર મુંજપરાની યાત્રાઓ ચાલી રહી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.