Western Times News

Gujarati News

બે માસૂમ બાળકોની હત્યા કર્યા બાદ પિતાનો મૃતદેહ ફાંસીથી લટકતો જોવા મળ્યો

નોઈડા, નોઈડા સેક્ટર ૩૪ ના ગ્રીન બેલ્ટમાં એક ખાનગી શાળાની નજીકથી મળી આવેલા બે માસૂમ બાળકોની હત્યા કયા કારણથી કરવામાં આવી હતી, તેનું રહસ્ય ઉકેલી શકાય તેમ નથી. પરંતુ માસૂમોની હત્યા તેમના પિતા દ્વારા કરવામાં આવી છે, આ બાબત પોલીસ સ્ટેશન ફેઝ ૩ના બસઇ ગામના ખંડહરમાં ફાંસીએ લટકેલા પિતા મહેશ પાસેથી મળેલી સુસાઇડ નોટમાં સાબિત થઇ ગયું છે. જેમાં તેણે સુસાઈડ નોટમાં બન્ને બાળકો અને તેના મૃત્યુની જવાબદારી સ્વીકારી છે.પોલીસ દ્વારા મહેશનો મૃતદેહ બસઇ ગામના ખંડહરમાં લટકતો મળી આવ્યો હતો. જ્યારે બે દિવસ પહેલા બન્ને બાળકોના મૃતદેહ સેક્ટર -૩૪ સ્થિત શાળા નજીકથી મળી આવ્યા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને તપાસ શરૂ કરી છે.

પોલીસ સ્ટેશન ફેઝ -૩ ના બસઇ ગામમાં ખંડહર મકાનમાં બાળકોના પિતાનો મૃતદેહ લટકતો મળી આવ્યા બાદ ઘરમાં હંગામો મચી ગયો છે. પરિવારના સભ્યો પોલીસ પર બેદરકારીનો આરોપ લગાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે, જાે પોલીસે બાળકોને શોધવામાં ઝડપ બતાવી હોત તો ગુનાને અંજામ આપતા અટકાવી શકાયા હોત.નોઈડા ઝોનના એડિશનલ ડીસીપી રણવિજય સિંહનું કહેવું છે કે, નોઈડાના પોલીસ સ્ટેશન સેક્ટર -૪૯ વિસ્તારના હોશિયારપુર ગામમાં રહેતો મહેશ તેના બે બાળકો મોનુ અને ટીંકુને લઇને ઘરેથી નીકળ્યો હતો અને ત્રણેય ગુમ થઈ ગયા હતા. જેની ગુમ થયાની નોંધણી પોલીસ સ્ટેશન ૪૯ માં કરવામાં આવી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી હતી. ત્યારબાદ બાળકોના મૃતદેહ સેક્ટર ૩૪ ના ગ્રીન બેલ્ટમાંથી મળી આવ્યા હતા.

સીસીટીવી ફૂટેજ પણ સ્કેન કરવામાં આવ્યાઆ પછી પોલીસે તપાસ શરૂ કરી, આ માટે સીસીટીવી ફૂટેજ પણ સ્કેન કરવામાં આવ્યા. ફૂટેજમાં મહેશ તેના બે બાળકો સાથે અનેક કેમેરામાં ઘટનાસ્થળ તરફ ચાલતો જાેવા મળ્યો હતો. એક ફૂટેજમાં તે વેસ્ટમાં જતો જાેવા મળ્યો હતો, તેનો શર્ટ પોલીસને બાળકોના મૃતદેહ પાસે મળી આવ્યો હતો. ત્યારથી પોલીસે મહેશને ખૂબ જ ઝડપથી શોધવાનું શરૂ કર્યું. આજે લોકોએ પોલીસ સ્ટેશન ફેઝ ૩ ના બસઇ ગામમાં એક ખંડેર મકાનમાંથી તેનો મૃતદેહ મળી હોવાની માહિતી આપી હતી.પોલીસે સમયસર તત્પરતા બતાવી હોત તો ત્રણેયનો જીવ બચી ગયો હોતસાથે જ પરિવારના સભ્યોએ પોલીસ પર બેદરકારીનો આરોપ પણ લગાવ્યો છે.

એડિશનલ ડીસીપી નોઈડા રણવિજય સિંહે જણાવ્યું કે, જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ કરી તો જાણવા મળ્યું કે, મહેશનો મૃતદેહ ઘરની છત પરથી લટકતો જાેવા મળ્યો હતો. જ્યારે શોધ કરવામાં આવી ત્યારે તેની નજીકથી એક સુસાઈડ નોટ મળી આવી. સુસાઈડ નોટમાં મહેશે સ્પષ્ટ લખ્યું હતું કે, બન્ને બાળકો અને પોતાના મૃત્યુ માટે તે પોતે જ જવાબદાર છે. પોલીસે મૃતદેહને કબજામાં લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ કિસ્સામાં, પોલીસ આ ઘટના પાછળનો હેતુ શોધવાનો પ્રયાસ કરી રહી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.