Western Times News

Gujarati News

અરુણિતાએ શોર્ટ ટેમ્પર કહેતાં પવનદીપ ચિડાયો

મુંબઈ, સિંગિંગ રિયાલિટી શો ‘ઈન્ડિયન આઈડલ ૧૨’નો અંત આવ્યો છે પરંતુ તેનો રંગ ફેન્સ પર હજી પણ ચડેલો છે. શોમાં પવનદીપ રાજન અને અરુણિતા કાંજીલાલની કેમેસ્ટ્રી સૌને ખૂબ પસંદ આવી હતી. બંનેના લિંક-અપની ખબરોએ ખૂબ જાેર પકડ્યું હતું. જાેકે, પવનદીપ અને અરુણિતાએ હંમેશા એકબીજાને સારા મિત્રો જ ગણાવ્યા હતા. હાલમાં જ એક ઈવેન્ટ દરમિયાન કંઈક એવું થયું કે પવનદીપ અને અરુણિતાનું અલગ જ રૂપ જાેવા મળ્યું. અરુણિતાએ પવનદીપને શોર્ટ ટેમ્પર્ડ (જલદી ગુસ્સે થઈ જનાર) કહેતાં તે નારાજ થયો હતો.

હકીકતે આ ઘટના મ્યૂઝિકલ સીરીઝના ટીઝર લોન્ચ પ્રસંગે બની હતી. જેમાં પવનદીપ-અરુણિતાની સાથે શન્મુખપ્રિયા પણ હાજર હતી. શન્મુખપ્રિયા પણ આ મ્યૂઝિકલ સીરીઝનો ભાગ છે. લોન્ચ દરમિયાન ત્રણેયનો ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો. ત્યારે હોસ્ટે પૂછ્યું કે, ‘કોણ શોર્ટ ટેમ્પર્ડ છે?’ ત્યારે અરુણિતાએ પવનદીપ તરફ ઈશારો કર્યો અને કહ્યું પવનદીપ થોડો શોર્ટ ટેમ્પર્ડ છે.’ આ સાંભળીને પવનદીપ અરુણિતાને પૂછે છે, ‘તને કેવી રીતે ખબર? ત્યારબાદ અરુણિતા પોતાનો પક્ષ મૂકે છે જે સાંભળીને પવનદીપ ચૂપ થઈ દાય છે.

વિડીયોમાં પવનદીપના એક્સપ્રેશન જાેઈને ચોખ્ખું દેખાઈ આવે છે કે, અરુણિતાનું નિવેદન તેને પસંદ નથી આવ્યું. આ ઈવેન્ટનો બીજાે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં અરુણિતા અને પવનદીપ સાથે ફોટો ક્લિક કરાવી રહ્યા છે. આ દરમિયાન પવનદીપ ત્યાંથી જતો રહે છે પરંતુ અરુણિતા કંઈક કહે છે ત્યારે પાછો આવીને ઊભો રહી જાય છે. ફેન્સને પવનદીપ અને અરુણિતાની આ મીઠી તકરાર પસંદ આવી રહી છે. તેઓ આ વિડીયો પર કોમેન્ટ કરીને જાણવાની કોશિશ કરી રહ્યા છે કે અરુણિતાએ શું કહ્યું કે, પવનદીપ પાછો આવી ગયો.

જણાવી દઈએ કે, ઈન્ડિયન આઈડલ ૧૨ ભલે પૂરું થઈ ગયું હોય પણ શોના કન્ટેસ્ટન્ટ્‌સ એકબીજા માટે પરિવારના સભ્યો જેવા બની ગયા છે. પવનદીપ અને અરુણિતાએ એક જ બિલ્ડિંગમાં ઘર ખરીદ્યું હોવાના અહેવાલો પણ છે. તેઓ સાથે મળીને મ્યૂઝિક બનાવા માગે છે. પવનદીપ માત્ર અરુણિતા જ નહીં આશિષ કુલકર્ણી, દાનિશ સહિતના શોના તેના મિત્રો સાથે મળીને ભવિષ્યમાં કામ કરવા માગે છે. નોંધનીય છે કે, પવનદીપ રાજન ‘ઈન્ડિયન આઈડલ ૧૨’નો વિજેતા રહ્યો હતો. જ્યારે અરુણિતા ફર્સ્‌ટ રનર-અપ અને સાયલી કાંબલે સેકન્ડ રનર-અપ રહી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.