Western Times News

Gujarati News

અફઘાન સરકારમાં કામ કરતી મહિલાઓને ઘરમાં રહેવા તાલિબાનનો આદેશ!

કાબુલ, તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજાે કર્યો ત્યારથી અફઘાન મહિલાઓની સ્થિતી અત્યંત સંવેદનશીલ છે. તાલિબાન એએફપીએ અફઘાન સરકારની મહિલા કર્મચારીઓને સુરક્ષા પરવાનગી ન મળે ત્યાં સુધી ઘરમાં જ રહેવાની સૂચના આપી છે. ૧૫ ઓગસ્ટે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કબ્જાે કર્યા બાદ સમગ્ર દેશમાં ગભરાટનું વાતાવરણ છે. આ કબજા પછી તાલિબાને કહ્યું કે અફઘાનિસ્તાનમાં સરકારી કર્મચારીઓ તેમના કામ પર પાછા આવી શકે છે. બીજી તરફ કામ કરવા આવેલી મહિલા કર્મચારીઓને પરત મોકલવામાં આવ્યા. સરકારી કચેરીઓમાં કામ કરતી મહિલા કર્મચારીઓને મંજૂરી ન મળે ત્યાં સુધી ઘરમાં રહેવાનું કહેવામાં આવ્યું છે.

તાલિબાનના પ્રવક્તાએ કહ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટે કુશળ અફઘાની નાગરિકોને બહાર કાઢવાનું બંધ કરવું જાેઈએ અને ચેતવણી આપી હતી કે દેશમાંથી એરલિફ્ટ માટે ૩૧ ઓગસ્ટની સમયમર્યાદા વધારવી નહીં. કટ્ટરપંથી ઇસ્લામિક જૂથે જણાવ્યું હતું કે અમેરિકનો અફઘાનિસ્તાનમાંથી અફઘાન નિષ્ણાતોને બહાર લઇ જઈ રહ્યા છે પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે કાબુલમાં એક પ્રેસ કોન્ફરન્સં દરમિયાન કેટલીક માંગણીઓ કરી હતી, કેમ કે અમેરિકાની આગેવાની હેઠળના સૈનિકોએ કાબુલમાંથી હજારો લોકોને બહાર કાઢવા માટે કામગીરી તેજ કરી છે. પ્રવક્તાએ અગાઉની જાહેરાતને પુનરાવર્તિત કરી હતી કે તાલિબાન અમેરિકાને આગામી સપ્તાહની સમયમર્યાદા વધારવા દેશે નહીં.

મુજાહિદે કહ્યું કે, તેમની પાસે વિમાનો છે, તેમની પાસે એરપોર્ટ છે, તેઓએ તેમના નાગરિકો અને ઠેકેદારોને અહીંથી બહાર કાઢવા જાેઈએ. રાષ્ટ્રપતિ જાે બાઈડને કહ્યું છે કે તે અમેરિકી દળોને બહાર કાઢવા માટે તેમણે નક્કી કરેલી ૩૧ ઓગસ્ટની સમયમર્યાદાને વળગી રહેવાની આશા રાખે છે, પરંતુ તેમને તારીખ આગળ વધારવા યુરોપિયન સાથીઓ અને બ્રિટનના દબાણનો સામનો કરવો પડી રહ્યો છે.

યુએસ સરકારના જણાવ્યા અનુસાર તાલિબાનના સત્તા પર આવ્યા બાદથી આશરે ૫૦,૦૦૦ વિદેશીઓ અને અફઘાન કાબુલ એરપોર્ટ પરથી દેશ છોડીને ભાગ્યા છે. ઘણા અફઘાન નાગરિકોને શરિયા કાયદાની ક્રૂરતાની પુનરાવર્તનનો ડર છે, જ્યારે તાલિબાન ૧૯૯૬-૨૦૦૧ દરમિયાન પ્રથમ વખત સત્તામાં આવ્યુ ત્યારે યુએસ સમર્થિત સરકાર સાથે કામ કરવા બદલ બદલો લીધો હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.