Western Times News

Gujarati News

અમદાવાદ-સાબરમતીના તટ પર સીમાસુરક્ષા દળના જવાનો દ્વારા સાહસભર્યા કરતબ

સીમા સુરક્ષા દળના વિશ્વવિખ્યાત “જાંબાઝ” અને “સીમા ભવાની ગ્રુપ” ની મોટરસાયકલ ટીમ દ્વારા “ડેર ડેવિલ શો” કરીને અનુસાશન, સંતુલન,આત્મવિશ્વાસ અને સંયમના સમન્વયનું જાબાઝ પ્રદર્શ કરાયુ

ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ “ડેર ડેવિલ શો” પ્રત્યક્ષ નિહાળીને જવાનોનું મનોબળ વધાર્યું

અમદાવાદ સાબરમતી રીવરફ્રંટ ખાતે આજે સીમા દળના દ્વારા “ડેરડેવિલ શો” નું આયોજન કાર્યક્રમ કરવામાં આવ્યું હતુ.

દેશમાં પોતાના સાહસિક કરતબોથી અનેક વર્લ્ડ રેકર્ડ પ્રસ્થાપિત કરનાર “જાંબાઝ ગ્રુપ” અને દેશના પ્રથમ મહિલા “સીમા ભવાની” ગ્રુપ દ્વારા સાબમરતીના તટ પર બુલેટ ઉપર અનેકવિધ કરતબો કરીને લોકોને આકર્ષિત કર્યા હતા.

આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ પણ પ્રત્યક્ષ આ કરતબને નિહાળીને તેની પ્રશંસા કરી હતી. તેઓએ વિશેષમાં કહ્યું હતુ કે,દેશની આઝાદીને 75 વર્ષ પૂરા થવા જઇ રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા દેશભરમાં “આઝાદી કા અમૃત મહોત્સવ” હેઠળ વિવિધ કાર્યક્રમો ઉજવવાની નેમ વ્યક્ત કરવામાં આવી હતી.

જેનો મુખ્યઉદ્દેશ વર્તમાન પેઢીને દેશની સ્વતંત્રતા પાછળ પોતાના જીવ ગુમાવનારા નામી-અનામી વીરશહીદોના બલિદાનથી માહિતગાર કરીને દેશભાવનાને પ્રબળ બનાવવાનો છે.

પ્રધાનમંત્રીશ્રીએ સાબમતીના તટ પરથી જ 12 માર્ચે મહાત્મા ગાંધીજીને શ્રધ્ધાસુમન અર્પણ કરીને સમગ્ર દેશભરમાં “આઝાદી કા અમૃત મહોત્સવ”ની શરૂઆત કરી હતી.

જેના ભાગરૂપે જ આજે “સીમા સુરક્ષા દળ” દ્વારા અમદાવાદ સાબરમતીના તટ પર “ડેર ડેવિલ” કાર્યક્રમના આયોજન થકી દેશની મુખ્ય સૈન્ય દળ સાથે પેરામિલ્ટ્રી દળોના શૌર્યભર્યા વિવિધ કરતબોનું પ્રદર્શન કરવામાં આવ્યું જે પ્રશંસા અને ગૌરવને પાત્ર છે તેમ ગૃહરાજ્યમંત્રી શ્રી એ કહ્યું હતુ.

તેઓએ એમ પણ કહ્યું કે, બી.એસ.એફ. દેશની પ્રથમ લાઇન ઓફ કંટ્રોલ છે. જે ધૂસણખોરો, આંતકવાદીઓ જેવા ત્રાસદાયી તત્વોને દેશમાં પ્રવેશતા રોકે છે. તેમનો વીરતાપૂર્વક સામનો કરે છે.તેઓ જીવના જોખમે દિવસ રાત સીમા પર તહેનાત રહીને દેશ રક્ષા કરે છે.

નરેન્દ્રભાઇ મોદી જ્યારથી પ્રધાનમંત્રી બન્યા ત્યારથી તેઓએ આંતકવાદી ગતિવિધીઓને રોકવા માટે અનેક નિર્ણયો કર્યા છે. ભારતીય સૈન્યએ પણ આ સમયગાળા દરમિયાન  આંતકવાદીઓના બદઇરાદાને નાકામ કરવા દુશમન દેશના ધરમાં ધૂસીને સર્જીકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક દ્વારા તાબડતોડ જવાબ આપી દૂશમનો , આંતકીઓને ઠાર કર્યા છે.

આજે બી.એસ.એફ. ના જવાનો અને ખાસ કરીને મહિલા જવાનોની ટૂકડી દ્વારા દર્શાવવામાં આવી રહેલા કરતબો ભારતીય જવાનોની સંતુલન, સંયમ, આત્મવિશ્વાસ  અને અનુસાસનના સમન્વયનું સ્વરૂપ છે તેનો પરચો સૌને કરાવે છે.

આ ટૂકડીના કરતબોને 26 મી જાન્યુઆરીના દિવસે રાજપથ ખાતે નિહાળીને  અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાં અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી પણ પ્રશંસા કરી ચૂક્યા છે.

ગૃહરાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા સાથે અમદાવાદ શહેરના વિવિધ ધારાસભ્ય સર્વે શ્રી, જગદિશભાઇ પંચાલ, પ્રદિપભાઇ પરમાર, કિશોરભાઇ ચૌહાણ,

ગ્યાસુદ્દીન શેખ, અમદાવાદ શહેર મેયર શ્રી કિરિટભાઇ પરમાર, બી.એસ.એફ.ના આઇ.જી. શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલીક, રાજ્ય ગૃહ વિભાગના એડીશનલ ચીફ સેક્રેટરી શ્રી પંકજકુમાર, અમદાવાદ જિલ્લા કલેક્ટરશ્રી સંદિપ સાગલે અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ ધામેલીયા, બી.એસ.એફ. ના અધિકારીશ્રીઓ , જવાનો એ આ ડેર ડેવિલ શો નિહાળી પ્રદર્શનકાર જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.