Western Times News

Gujarati News

કોહલીને સદીનો ઈંતેજાર, ૫૦ મેચમાં સદી નથી કરી

મુંબઈ, ધડાધડ રનોનો વરસાદ કરનારા વિરાટ કોહલીનું બેટ જાણે અટકી જ ગયું છે. કોઈ પણ ટીમના બોલરને હંફાવી દેનારા વિરાટ કોહલીનું પરફોર્મન્સ નબળું પડી રહ્યું છે. જે બેટ્‌સમેન ટોચ પર રહ્યો અને ધડાધડ શતક બનાવી રહ્યો હતો તે ખેલાડી ત્રણે ફોર્મેન્ટની ૫૦ મેચમાં શતક નથી બનાવી શક્યો. હેડિંગ્લેમાં ઈંગ્લેન્ડ સામેની સીરિઝની ત્રીજી ટેસ્ટમાં પણ કોહલીનું ફોર્મ પાછું ના આવ્યું. મેચના પહેલા જ કલાકમાં કોહલી પેવેલિયન ભેગો થઈ ગયો હતો. કોહલી બુધવારે માત્ર સાત રન બનાવીને જેમ્સ એન્ડર્સનના બોલ પર આઉટ થઈ ગયો હતો.

પાછલી ૧૮ ઈનિંગ્સમાં કોહલીની બેટિંગ એવરેજ માત્ર ૨૩ રહી છે. દરેક ખેલાડીના કાર્યકાળમાં ઉતાર-ચઢાવવાળો સમય આવતો હોય છે તેવું જ કોહલી સાથે પણ થઈ રહ્યું છે. આ પહેલા વર્ષ ૨૦૧૪માં પણ કોહલી સાથે આવું થયું હતું.

ગઈકાલે કોહલીએ વિકેટ ગુમાવી તે જાેતા લાગી રહ્યું છે કે તેની બહારના બોલને છેડવાની આદત ફરી આવી ગઈ છે. કોહલી એવા બોલ પર આઉટ થયો જે બોલ છોડી શકાય તેમ હતો. સીરિઝમાં કોહલી ચોથી વખત બેટ પર કટ લાગીને વિકેટની પાછળ કેચ આઉટ થયો છે.

કોહલીનો ખરાબ સમય ન્યૂઝીલેન્ડના પ્રવાસ દરમિયાન શરુ થયો હતો. જ્યાં કોહલી ્‌૨૦ ઈન્ટરનેશનલ, ત્રણ વનડે અને બે ટેસ્ટ એમ ત્રણે ફોર્મેટ મળીને માત્ર ૨૧૮ રન જ કરી શક્યો હતો. પાછલા વર્ષે જે પ્રકારનું પરફોર્મન્સ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં બતાવીને ૭૪ રન કર્યા હતા, ધીમી બેટિંગ કરીને કોહલીએ ટીમને મહત્વનો સપોર્ટ કર્યો હતો આજ રીતે હેડિંગ્લેમાં પણ રમવાની જરુર જણાતી હતી. રાહુલ અને પુજારા આઉટ થઈ ગયા હતા ત્યારે સમયની માંગ હતી કે સેટ થઈને રમવાની જરુર હતી. પરંતુ તેવું થઈ શક્યું નહીં અને કોહલીએ પણ જલદી વિકેટ ગુમાવી દીધી હતી. નોંધનીય છે કે મેચ પહેલા જ કોહલીએ કહ્યું હતું કે, ઈંગ્લેન્ડમાં તમારે બેટિંગ કરતી વખતે તમારા ઈગોને સાઈડમાં રાખવો પડશે.

મેચ પહેલા પણ કોહલીએ હંમેશાની જેમ ખેલાડીઓના ફોર્મ અંગે ચર્ચા કરવાનું ટાળ્યું હતું. કોહલીને મેચ પહેલા પુજારા અને રહાણેના ફોર્મ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે, અમારું ધ્યાન ખેલાડીઓના વ્યક્તિગત પ્રદર્શન પર નહીં પરંતુ ટીમના ફોર્મ પર હોય છે. અમે એવી બેટિંગ હરોળ બનાવવા માગીએ છીએ કે જે અલગ-અલગ પરિસ્થિતિમાં સારું પ્રદર્શન કરી શકે. દરેક મેચમાં અલગ ખેલાડી આગળ વધીને સારું પ્રદર્શન કરે. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસૈને જ્યારે કોહલીને પોતાના વ્યક્તિગત ફોર્મ વિશે પૂછ્યું હતું ત્યારે પણ તેનો જવાબ કંઈક આવો જ હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.