Western Times News

Gujarati News

ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ૨૦૩૨ ઓલિમ્પિક સુધી ૧૭૦ કરોડ રૂપિયાનું રોકાણ થવાની આશા

લખનૌ, કુશ્તીની રમતને દત્તક લેનારી ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા પહેલવાનોનું સમર્થન અને માળખાગત વિકાસ માટે ૨૦૩૨ ઓલિમ્પિક સુધી ૧૭૦ કરોડ રૂપિયાનું રોકાણ થવાની આશા છે.તેવું રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબ્લ્યુએફઆઈ)ના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણસિંહે કહ્યું હતું

ડબ્લ્યુએફઆઈના ઉપરી અધિકારીએ કહ્યું કે, તેમણે ઓડિશા સરકારની હોકીની રમતને સમર્થન આપવાના પગલા પરથી પ્રેરણા લઈ ઉત્તર પ્રદેશ સરકારને પોતાની રમત માટે મદદની વિનંતી કરી છે. બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું, ઓડિશા એક નાનુ રાજ્ય છે, તેમ છતાં ખૂબ સારી રીતે હોકીનું સમર્થન કરી રહ્યું છે. તો અમે વિચાર્યુ કે ઉત્તર પ્રદેશ કુશ્તીનું સમર્થન કેમ ના કરી શકે? જ્યારે આ ખૂબ મોટું રાજ્ય છે. અમે રાજ્ય સરકાર સાથે સંપર્ક કર્યો અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આ વાતનો સ્વીકાર કર્યો.

તેમણે કહ્યું, અમે પોતાની દરખાસ્તમાં ૨૦૨૪ સુધી રમતો માટે દરેક વર્ષે સમર્થન માટે ૧૦ કરોડ રૂપિયાની માંગ કરી (એટલેકે ૩૦ કરોડ રૂપિયા) અને પછી ૨૦૨૮ન આગામી ઓલિમ્પિક ચક્ર માટે દર વર્ષે ૧૫ કરોડ રૂપિયા (૬૦ કરોડ રૂપિયા)ની મદદ માટે કહ્યું છે. જ્યારે અંતિમ તબક્કામાં ૨૦૩૨ માટે દરેક વર્ષે ૨૦ કરોડ રૂપિયા (૮૦ કરોડ રૂપિયા) માટે જણાવ્યું છે.

બ્રિજભૂષણ સિંહે કહ્યું, આમ કરવાનો હેતુ ફક્ત દેશના ટોચના કુશ્તીબાજાે સુધી મર્યાદિત નહીં રહે. પરંતુ કેડેટ સ્તરના પહેલવાનોને પણ પ્રાયોજીત કરવામાં આવશે અને અમે રાષ્ટ્રીય ચેમ્પિયનોને પણ ઈનામની રકમ આપી શકીશું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.