Western Times News

Gujarati News

પીકઅપ વાનમાં ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂની ૨૧૫ નંગ બોટલ ઝડપી પાડવામાં આવી

પ્રતિકાત્મક

અમદાવાદ, અડાલજના વૈષ્ણોદેવી સર્કલથી ત્રાગડ જતા રોડ પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં પીકઅપ વાનમાં ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂની ૨૧૫ નંગ બોટલ ઝડપી પાડવામાં આવી છે.

દારૂની હેરાફેરીના નેટવર્કનો પણ પર્દાફાશ થયો છે. હદની સમસ્યા સર્જાતા સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે અમદાવાદ-ગાંધીનગર પોલીસે સ્થળ પર બોલાવીને સમગ્ર બાબતે ખરાઇ કરી હતી. જેથી વિદેશી દારૂની હેરાફેરી અડાલજ પોલીસની હદમાં થઇ રહી હોવાનું સાબિત થયું હતું.

સ્ટેટ મોનીટરીંગ ટીમે ડ્રાઇવર ક્લીનરની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાય.એસપી સહિતના સ્ટાફ દ્વારા બાતમીના આધારે સરખેજ-ગાંધીનગર હાઇવે પર જતી એક સફેદ કલરના છોટા હાથીના ગુપ્ત ખાનામાં સંતાડી રખાયેલો વિદેશી દારૂ ઝડપાયો હતો.

વૈષ્ણોદેવી સર્કલથી ત્રાગડ તરફ જઇ રહેલા આ છોટા હાથીને ઝડપી લેવામાં આવ્યું હતું. જેની તપાસ કરતા ગુપ્ત ખાનામાંથી ૨૧૫ નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.

ઉદેપુરના ધરોદ ગામના ડ્રાઇવર રઘુવીરસીંગ ઉર્ભે ભુરીયો, ભવાનસિંગ સિસોદીયા અને ક્લીનર ગજેન્દ્રસિહને ઝડપી પુછપરછ આદરવામાં આવી હતી.

તપાસમાં સામે આવ્યું કે, બંન્ને સગા મામા-ફોઇના દિકરા છે અને કડીના દેત્રોજ ખાતે આવેલા એક ગામમાં મકાન ભાડે રાખીને રહે છે. જેના કહેવાથી દસ દિવસથી બંન્ને જણા અહીં આવ્યા હતા.

દેત્રોજ રોડ પરથી તેઓ દારૂ ભરીને ડીલીવીર કરતા હતા. આજનો દારૂ ચિલોડા લઇ જવાનો હતો.દારૂની આ હેરાફેરી બદલ તેમને એક ફેરાના ૨ હજાર રૂપિયા અપાતા હતા.

જાે કે આ વિસ્તાર ગાંધીનગર અને અમદાવાદના અલગ અલગ વિસ્તારો આવતો હોવાથી બંન્ને પોલીસને બોલાવાઇ હતી. જેના પગલે વિદેશી દારૂની હેરાફેરી અડાલજ પોલીસ મથકની હદમાંતી હોવાનું ખુલતા સ્ટેટ મોનિટરિંગ સેલે ૨.૮૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરીબંન્ને આરોપીઓની ધરપકડ કરીને તપાસ આદરી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.