Western Times News

Gujarati News

પેરા મિલીટ્રી દળોમાં દિવ્યાંગોની ૪ ટકા અનામત દૂર થતા દિવ્યાંગોમાં આક્રોશ

(તસ્વીરઃ જીત ત્રિવેદી, ભિલોડા) તાજેતરમાં કેન્દ્ર સરકારે આઇપીએસ,આરપીએફ અને તમામ પેરા મિલેટરી દળો બીએસએફ,આઇટીબીપી,આસામ રાઈફલ્સ સીઆરપીએફ, સીઆઈએસએફમાં દિવ્યાંગોને અપાતી ૪ ટકા અનામત રદ કરી દઈ દિવ્યાંગો માટે ચોંકવનારો ર્નિણય લીધો છે

દિલ્હી સહીત અન્ય કેન્દ્રશાસીત પ્રદેશની પોલીસમાં પણ દિવ્યાંગોને હવે પછી ૪ ટકા અનામતનો લાભ નહિ મળેનું જાહેરનામું કેન્દ્ર સરકારે બહાર પાડતા દિવ્યાંગોમાં સરકારના ર્નિણય સામે ભારે રોષ પ્રવર્તી રહ્યો છે

ત્યારે અરવલ્લી જીલ્લામાં રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટીના સદસ્યોએ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી અન્ય સરકારી વિભાગોમાં દિવ્યાંગોની અનામત વધારવામાં આવેની માંગ કરી હતી જીલ્લામાં દિવ્યાંગો માટે હકની લડાઈ લડતા દિવ્યાંગ અગ્રણીઓ કેન્દ્ર સરકારના ર્નિણય સામે ચુપકીદી સાધી લેતા દિવ્યાંગોમાં આક્રોશ જાેવા મળી રહ્યો છે.

રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટીના સદસ્યોએ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે રાઇટ્‌સ ઓફ પર્સન્સ વીથ ડીસએબીલીટી એક્ટ ૨૦૧૬ની કલમ-૩૪ માં કરાયેલી બાદબાકીથી દિવ્યાંગોને ઘોર અન્યાય થયો છે

કેન્દ્ર સરકારના ર્નિણયનો ભારે વિરોધ કરી રહ્યા છીએ આ ર્નિણય અંગે સરકાર ફેર વિચારણા કરે અને દિવ્યાંગો ની અનામત દૂર થતા અન્ય સરકારી વિભાગોમાં આરક્ષણ વધારવામાં આવેની માંગ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.