Western Times News

Gujarati News

તાલિબાની નેતાનો ઈન્ટરવ્યુ કરનારી મહિલા એન્કરે દેશ છોડ્યો

કાબુલ, તાલિબાનનો ઈન્ટરવ્યુ કરનારી અફઘાનિસ્તાનની મહિલા એન્કરને દેશ છોડવો પડ્યો છે. અફઘાનિસ્તાનની ન્યૂઝ ચેનલ ટોલો ન્યૂઝની એન્કર બેહેશ્તા અર્ઘાંદે દેશ છોડી દીધો છે. બેહેશ્તા તાલિબાનના નેતાનો ઈન્ટરવ્યુ લઈને ચર્ચામાં આવી હતી. તાલિબાનના કોઈ નેતાએ કોઈ મહિલા એન્કર સામે બેસીને તેના સવાલોના જવાબ આપ્યા હોય તેવી આ પ્રથમ ઘટના હતી.

તાલિબાને ૧૫ ઓગસ્ટે અફઘાનિસ્તાન પર કબજાે જમાવ્યો હતો. તેના બે દિવસ બાદ ૧૭ ઓગસ્ટે બેહેશ્તાએ તાલિબાનના નેતા મૌલવી અબ્દુલહક હેમાદનો ઈન્ટરવ્યુ કર્યો હતો. થોડા દિવસો બાદ બેહેશ્તાએ મલલા યુસુફઝઈનો પણ ઈન્ટરવ્યુ કર્યો હતો. કોઈ અફઘાનિસ્તાની ચેનલ પર મલાલાનો આ પ્રથમ ઈન્ટરવ્યુ હતો. બેહેશ્તાએ નાનપણમાં જ જર્નાલિસ્ટ બનવાનું નક્કી કરી લીધું હતું.

જાેકે, તાલિબાન સત્તા પર આવ્યા બાદ તેની કારકિર્દી સામે પ્રશ્નાર્થ મૂકીને તેને દેશ છોડવો પડ્યો છે. એક ચેનલ સાથેની વાતચીતમાં બેહેશ્તાએ જણાવ્યું હતું કે મેં દેશ છોડી દીધો છે કેમ કે લાખો લોકોની જેમ મને પણ તાલિબાનથી ડર લાગી રહ્યો છે. જાેકે, તેણે કહ્યું હતું કે, તાલિબાને જેવું કહ્યું છે અને જાે તેઓ એવું જ કરશે અને પરિસ્થિતિમાં સુધારો થશે, અને મને લાગશે હું સુરક્ષિત છું તથા મને કોઈ ખતરો નથી તો હું અફઘાનિસ્તાન પરત ફરીશ. હું મારા દેશ અને દેશવાસીઓ માટે કામ કરીશ.

તાલિબાની નેતાના ઈન્ટરવ્યુ અંગે બેહેશ્તાએ જણાવ્યું હતું કે, ઈન્ટરવ્યુ ઘણો કપરો રહ્યો હતો, પરંતુ તેમણે અફઘાની મહિલાઓ માટે તે ઈન્ટરવ્યુ કર્યો હતો. મેં તાલિબાની નેતાને કહ્યું હતું કે અમે અમારા અધિકારો ઈચ્છીએ છીએ. અમે કામ કરવા ઈચ્છીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે અમને અમારા અધિકારો મળે.

જ્યારથી તાલિબાનનો કબજાે થયો છે ત્યારથી પત્રકારો અને મીડિયાકર્મીઓ પર દબાણ થઈ રહ્યું હોવાના સમાચારો આવી રહ્યા છે. એવા પણ અહેવાલો છે કે તાલિબાન ઘણા પત્રકારોને ડરાવી ધમકાવી રહ્યું છે. તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાન છોડવા માટે લોકો મરણીયા બની રહ્યા છે. કાબુલ એરપોર્ટ પર હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે. જીવના જાેખમે પણ તેઓ અફઘાનિસ્તાન છોડવા પ્રયાસ કરી રહ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.