Western Times News

Gujarati News

૭૯ કન્યા શાળામાં ૨૫૯૦ ટેબ્લેટ્‌સ ઉપલબ્ધ કરાવાશે

અમદાવાદ, ટેક્નોલોજી પ્રોડક્ટ્‌સ અને સોલ્યુશન ક્ષેત્રની અગ્રણી કંપની લીનોવોએ તેના ભાગીદાર એનજીઓ યુવા અનસ્ટોપેબલ સાથે મળીને ટેબ્લેટ આધારિત શિક્ષણ અને ધિરાણની પહેલની જાહેરાત કરી હતી. આ પહેલ અંતર્ગત ગુજરાતની ૭૯ જેટલી સરકારી કન્યાશાળાઓમાં ભારતમાં નિર્મિત ૨૫૯૦ ટેબ્લેટ્‌સ ઉપલબ્ધ બનાવવાની યોજના છે.

આમ શાળાદીઠ ૩૦ ટેબ્લેટ્‌સ ઉપલબ્ધ બનાવવા દ્વારા ગુજરાતની ૮૨૫૦થી વધુ કન્યાઓનું સશક્તિકરણ કરાશે. આ ટેબ્લેટ્‌સ મેઘશાળા એપથી સુસજ્જ હશે અને ગુજરાતમાં શિક્ષકો માટે મેઘશાળા દ્વારા ઓનલાઈન ડિજિટલ તાલીમ અપાશે.
આ ટેબ્લેટ્‌સ લીનોવોના મેક ઈન ઈન્ડિયા પોર્ટફોલિયોનો ભાગ છે જે તાજેતરમાં પોન્ડિચેરી ઉત્પાદન પ્લાન્ટ ખાતે નોટબુક્સ અને થિન્ક બુક્સના ઉત્પાદન માટે વિસ્તારાઈ હતી. આ મેક ઈન ઇન્ડિયા પહેલ સાથે લીનોવો આ પ્લાન્ટના ઓટોમેશન અને ડિજિટાઈજેશનના માધ્યમથી ઉત્પાદન ક્ષમતા વધારીને ૨ મિલિયન સુધી લઈ જવા માગે છે.

લીનોવોનું પ્રસ્તાવિત આઈટી સોલ્યુશન સામગ્રીના ફિલ્ટરિંગમાં પણ મદદરૂપ બનશે. લાયસન્સને પગલે ડીવાઈસને અન્ય વિદ્યાર્થીઓને ઉપલબ્ધ બનાવવામાં સહાય મળવા ઉપરાંત ટ્રેકિંગ અને ડેશબોર્ડ દ્વારા શિક્ષકો ઓનલાઈન વર્ગો લઈ શકવાની સાથે સાથે જ વિદ્યાર્થીઓને કેટલી સમજ પડી તે પણ જાણી શકશે. તેમાં વિવિધ ટેક્નોલોજીટૂલ્સ, ટેકનિક્સ, ઈ-કન્ટેન્ટ સહિતના સંસાધનો છે જે વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંને માટે ઉપયોગી બની રહેશે.

લીનોવો ટેબ્લેટ્‌સમાં રહેલા મલ્ટિમીડિયા ટૂલ્સની મદદથી વિદ્યાર્થીઓને વિવિધ વિષયોમાં તેમનું જ્ઞાન વધારવાનું પ્રોત્સાહન મળશે. લીનોવોની સહાયથી યુવા અનસ્ટોપેબલ ગુજરાતના શિક્ષણ વિભાગની અનુમતિથી સરકારી શાળાઓમાં આ પહેલનો અમલ કરશે.

રિમોર્ટ લર્નિંગ વ્યવસ્થામાં લીનોવો ઓનલાઈન સલામતી, શિક્ષકો તેમના ડિજિટલ ક્લાસરૂમનું સારી રીતે સંચાલન કરી શકે તથા વિદ્યાર્થીઓ તેમનું કાર્ય કરી શકે તે માટેના ઉકેલની જરૂરિયાતને સારી રીતે સમજે છે.

આ કાર્ય માટે સહાયરૂપ બનીને અમે અત્યંત આનંદની લાગણી અનુભવી રહ્યાં છીએ. યુવા અનસ્ટોપેબલની ટીમ જ્યારે ટેબ્લેટ આધારિત શિક્ષણના મોડેલ પર કામ કરી રહી હતી ત્યારે અમારી ટેબ્લેટ ટીમે મિશ્ર શિક્ષણ મોડેલ માટે આવશ્યક શ્રેષ્ઠ સ્પેસિફિકેશન્સ ઉપલબ્ધ બનાવી તેમની સહાય કરી હતી. અમે દ્રઢપણે માનીએ છીએ કે મેક ઈન ઈન્ડિયા અંગે પ્રતિબદ્ધ એવી લીનોવો જેવી પ્રતિષ્ઠિત બ્રાન્ડ જ્યારે યુવા અનસ્ટોપેબલ સાથે તેની સર્વોત્તમ ટેક્નોલોજી ઉપલબ્ધ બનાવવા માટે હાથ મિલાવે ત્યારે વિદ્યાર્થીઓના જીવન પર તેની અસર અત્યંત પ્રભાવકારક બની રહેશે.

આમ તે તેના સ્માર્ટર ટેક્નોલોજી ફોર ઓલના વિઝનને યથાર્થ પુરવાર કરે છે તેમ લીનોવો ઈન્ડિયાના સીઈઓ અને એમડી શૈલેન્દ્ર કાટયાલે જણાવ્યું હતું. દેશના દરેક બાળક સુધી ટેબ્લેટની પહોંચ શક્ય બને ત્યાં સુધી અમે અવિરત કાર્યરત રહીશું અને તેમના સપનાને સાકાર કરવામાં સહાય બનીશું તેમ યુવા અનસ્ટોપેબલના ચીફ ઈન્સ્પિરેશન ઓફિસર અમિતાભ શાહે જણાવ્યું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.