Western Times News

Gujarati News

ડીસાના સરપંચ પર પૂર્વ ડ્રાઈવરે ટ્રેક્ટર ચઢાવી દીધું

પ્રતિકાત્મક

ડીસા, મુડેઠા ગામમાં યુવાન સરપંચ કાંતિજી તલજી રાઠોડને એક વ્યક્તિએ ટ્રેકટર વડે ટક્કર મારીને મોતને ઘાટ ઉતારતા ઉશ્કેરાટ ફેલાયો હતો. નોંધનીય છે કે, આ દૂર્ઘટના પાછળ ડ્રાઇવરની નોકરીમાંથી છૂટા કરવાથી થયેલું મનદુખ કારણભૂત માનવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતા ભીલડી પોલીસ કાફલો ગામમાં દોડી આવ્યો હતો. ગામમાં ચાંપતો બદોબસ્ત ગોઠવી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.

મુડેઠા દુદાણી પાર્ટીના ઇશ્વરજી શાંતિજી રાઠોડ પહેલા ગામના સરપંચ કાંતિજી તલજી રાઠોડના ત્યાં ડ્રાઇવર તરીકે કામ કરતા હતા. મળતી માહિતી પ્રમાણે, મુડેઠા દુદાણી પાર્ટીના ઇશ્વરજી શાંતિજી રાઠોડ પહેલા ગામના સરપંચ કાંતિજી તલજી રાઠોડના ત્યાં ડ્રાઇવર તરીકે કામ કરતા હતા. જે બાદ કોઇ કારણોસર તેમને છૂટા કરવામાં આવ્યા હતા.

જેના કારણે મનદુઃખ થતા શનિવારની સાંજે રતનપુરાના ક્રોસિંગ પાસે ચરખીવાળા ટ્રેક્ટરથી સરપંચ કાંતિજીને જાનથી મારી નાખવાના ઈરાદે કારને આગળના ભાગે ટક્કર મારી હતી. ત્યારબાદ ભારતજી વેલજી રાઠોડના ઘર આગળ સરપંચ અને ગામના દિનેશજી બાબુજી રાઠોડ ઉભા હતા.

ત્યારે ચરખીવાળુ ટ્રેકટર નંબર જી.જે. ૦૮. સી.જી.૧૨૯૪ લઇને આવેલા ઇશ્વરજી શાંતિજીને ટ્રેકટર ઊભુ રાખવાનો ઇશારો કર્યો હતો. પરંતુ ટ્રેકટર ઝડપથી ચલાવી સરપંચ રાઠોડ કાંન્તિજી તલજીપર ટ્રેકટર ચઢાવીને કચડી નાખી ફરાર થઇ ગયો હતો. મૃતક સરપંચ કાંન્તિજીના મૃતદેહનું ડીસા સિવિલ હોસ્પિટલમા પેનલ તબીબો પોસ્ટમોટમ કરાવી પરિવારને મૃતદેહ સોપવામા આવ્યો હતો.

જ્યારે સરપંચના મોતથી ગામમાં શોકનો માહોલ વ્યાપી ગયો હતો. તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જાેડાયા હતા. આ સાથે ગામમાં અનિશ્વિત બનાવ ન બને તે માટે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે.

આખા ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. પીએસઆઇપીએન જાડેજાએ ઘટના સ્થળે પહોંચી આરોપી વિરુદ્ધ ઇ.પી.કો કલમ ૩૦૨, ૩૦૭ મુજબ ગુનો દાખલ કર્યો છે. આરોપીની ધરપકડ કરી કોવિડનો રિપોર્ટ કરાવી જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.